વિરોધ વચ્ચે ભારત V/S પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાનો જોરદાર ક્રૅઝ, 4 લાખથી વધુ લોકોએ ટિકિટ માટે કરી અરજી, ફાઇનલ કરતા ઊંચી ડિમાંડ

WORLD CUP 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને યોજાનાર મૅચ પર સંકટના વાદળો છવાયેલા છે.

 

પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાંથી એક જ સુર ઉઠી રહ્યો છે કે પાકિસ્તાનનોખેલના મેદાનમાં પણ બહિષ્કાર કરવામાં આવે, ત્યારે બીજી બાજુ આ બંને દેશો વચ્ચે થનાર મહામુકાબલો જોવા માંગતા લોકોની સંખ્યા પણ ઓછી નથી. એટલે જ માંચેસ્ટરમાં યોજાનાર આ મૅચ જોવા માંગતા 4 લાખ લોકોએ ટિકિટ માટે અરજીઓ કરી છે. બીજી બાજુ માંચેસ્ટરના ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમ પર આ મૅચ યોજાશે, તેની ક્ષમતા માત્ર 25 હજાર દર્શકોની છે.

READ  રાજ્યપાલ હોય તો આનંદીબેન પટેલ જેવા, સુરક્ષાને હટાવી જનતા માટે ખોલી દીધા રાજભવનના દ્વાર!

ESPN ક્રિકઇન્ફોએ એલવર્થીના હવાલાથી કહ્યું, ‘આ મૅચ (ભારત વર્સિસ પાકિસ્તાન)ની ટિકિટોના અરજીકર્તાઓની સંખ્યા 4 લાખથી વધુ છે કે જે બહુ મોટી સંખ્યા છે. સ્ટેડિયમમાં માત્ર 25000 દર્શકો જ સમાઈ શકે છે. તેથી સ્પષ્ટ છે કે લાખો દર્શકોએ નિરાશ થવું પડશે.’

એલવર્થીએ જણાવ્યું કે ઇંગ્લૅંડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ માટે 2 લાખ 30 હજારથી 2 લાખ 40 હજાર લોકોએ અરજી કરી છે, જ્યારે ફાઇનલ માટે અરજી કરનારાઓની સંખ્યા 2,60,000થી 2,70,000 વચ્ચે છે.

READ  2.5 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલની ધરપકડનું વોરંટ જાહેર

આ આંકડાઓ પરથી કહી શકાય કે લોકોને વર્લ્ડ કપમાં બીજા કોઈ પણ દેશ કરતા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ જોવામાં વધુ રસ છે. એટલું જ નહીં, ભારત-પાક મુકાબલા સામે ફાઇનલ મૅચનો ક્રૅઝ પણ ફીકો જણાય છે, કારણ કે ભારત-પાક મૅચની ટિકિટ અરજીઓની સામે ફાઇનલ મૅચની ટિકિટોની અરજી ઘણી ઓછી આવી છે.

READ  પદ્મશ્રી ડૉ.એચ.એલ ત્રિવેદીનું 90 વર્ષની વયે નિધન, 400થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો છે રેકૉર્ડ

[yop_poll id=1659]

Tv9 Special Bhai..Bhai: People of Surka village share their problems ahead of Guj Bypolls, Radhanpur

FB Comments