47 વર્ષની એક મહિલાના નિવેદનને કારણે ફસાઈ ગયા તાકાતવર કહેવાતા પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ

પૂર્વ નાણામંત્રી અને ગૃહમંત્રી પી.ચિદમ્બરમની હાલમાં CBI પુછતાછ કરી રહી છે. પી.ચિદમ્બરમની બુધવારે રાત્રે હાઈવોલ્ટેજ ડ્રામા પછી ધરપક્ડ કરવામાં આવી હતી. ચિદમ્બરમની ધરપક્ડનું કારણ બન્યું છે CBI અને EDને આપેલું ઈન્દ્રાણી મુખર્જીનું નિવેદન. ઈન્દ્રાણી અને તેમના પતિ પીટર મુખર્જી INX મીડિયાના માલિક હતા. જેનો સમગ્ર મામલો છે.

ઈન્દ્રાણી અને પીટરે CBI અને EDની સામે દાવો કર્યો હતો કે જ્યારે 2006માં નોર્થ બ્લોકમાં તેમની પી.ચિદમ્બરમ (તાત્કાલીન નાણામંત્રી) સાથે મુલાકાત થઈ તો તેમને બંનેને કહ્યું કે તે તેમના પુત્ર કાર્તિને મળે અને તેની કારોબારમાં મદદ કરે, ચિદમ્બરમની વિરૂદ્ધ CBI અને EDની તપાસમાં ઈન્દ્રાણી મુખર્જીનું નિવેદન મુખ્ય સબૂત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઈથોપિયા પ્લેન દૂર્ઘટના બાદ ભારત સહિત 14 દેશોએ બોઈંગ 737 મેકસ 8 પ્લેન પર લગાવ્યો પ્રતિબંધ

ઈન્દ્રાણી મુખર્જીએ CBIની સામે ખોલ્યા હતા ચિદમ્બરમના રાજ

ઈન્દ્રાણી મુખર્જીએ તેમનું નિવેદન 17 ફેબ્રુઆરી 2018એ રેકોર્ડ કરાવ્યું હતું. આ નિવેદન હવે કોર્ટના દસ્તાવેજોનો ભાગ છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની હયાત હોટલમાં મુલાકાત દરમિયાન કાર્તિ ચિદમ્બરમે મુખર્જી દંપતી પાસે 1 મિલિયન ડૉલરની લાંચ માંગી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દિલ્હી હિંસા દરમિયાન પોલીસ પર બંદૂક તાકનારા શાહરૂખની ધરપકડ

 

 

આ બધાએ મળીને એક પ્લાન બનાવ્યો. તે મુજબ મુખર્જીએ કાર્તિની કંપની Advantage Strategic Consulting Pvt Ltd (ASCPL)ને સાથે જોડી. તે દરમિયાન ASCPL અને તેની સહયોગી કંપનીઓએ INX મીડિયામાંથી 7 લાખ ડૉલર (3.10 કરોડ રૂપિયા)ની ચાર રસીદો રી-ઈન્બર્સ કરાવી હતી. આ ગેરરીતિઓને ઝડપી જ વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડે (FIPB) મંજૂરી આપી દીધી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એક CBI અધિકારીએ જણાવ્યું કે માર્ચ 2007માં INX મીડિયાએ તે શરત તોડી દીધી હતી. જેના આધાર પર તેને FIPB દ્વારા શેર બહાર પાડીને 46 ટકા ઈક્વિટી વધારવાની મંજૂરી મળી હતી. ફેસ વેલ્યુ પર શેર બહાર પાડીને 4.62 કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી વિરૂદ્ધ કંપનીએ પ્રીમિયમની સાથે શેર ઈશ્યુ કરી 305 કરોડ રૂપિયા ઉભા કરી દીધા.

READ  નિર્ભયા કેસમાં દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ગુનેગારોને એક સાથે જ ફાંસી થશે

[yop_poll id=”1″]

તે સિવાય કંપનીએ FIPBનું ઉલ્લંઘન કરી INX News Private Limitedમાં 26 ટકા ડાઉનસ્ટ્રીમમાં રોકાણ કર્યુ. આ મામલે કાર્તિ ચિદમ્બરમની ફેબ્રુઆરી 2018માં ધરપક્ડ કરવામાં આવી હતી. ગયા વર્ષે પુછતાછ દરમિયાન પી.ચિદમ્બરમને નાણામંત્રાલયના દસ્તાવેજ બતાવવામાં આવ્યા હતા પણ તેમને સહયોગ આપ્યો ન હતો.

 

Oops, something went wrong.
FB Comments