શીના બોરા હત્યાકાંડ : ઈન્દ્રાણી મુખર્જીના કોર્ટમાં દાવાથી ફરીથી આવ્યો કેસમાં નવો વળાંક

indrani-said-in-court-after-murder-sheena-was-alive

શીના બોરા હત્યા કેસની આરોપી ઇન્દ્રાણી મુખરજીએ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈન્દ્રાણી મુખરજીએ દાવો કર્યો છે કે 24મી એપ્રિલ, 2012ના રોજ કથિત રીતે શીનાની હત્યા કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી હતી. તેના 6 મહિના સુધી તે જીવતી હતી. ઇન્દ્રાણીએ દાવો કર્યો છે કે શીનાની હત્યાનો જે સમય બતાવવામાં આવ્યો છે તેના 6 મહિના સુધી તે પોતાના મંગેતર રાહુલ મુખરજી સાથે રહી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી ,જાણો ક્યાં પડી શકે છે ભારે વરસાદ?

 

Top cop Rakesh Maria makes shocking revelations about Sheena Bora case in book 'Let Me Say It Now'
શીના

આ પણ વાંચો :   ચર્ચિત શીના બોરા હત્યાકાંડ: બોમ્બે હાઈકોર્ટે પીટર મુખર્જીને 5 વર્ષ બાદ આપ્યા જામીન

નોંધનીય છે કે સ્પેશિયલ CBI કોર્ટે મંગળવારે પાંચમી વખત ઇન્દ્રાણીની જામીની અરજી પર સુનાવણી કરી હતી. મામલાની સુનાવણી દરમિયાન ઇન્દ્રાણીએ કોર્ટને રાહુલ મુખરજીના કૉલ ડેટાના રેકોર્ડનો હવાલો આપ્યો હતો અને જણાવ્યું હતું કે બંને વચ્ચે 27થી લઈને 28મી સપ્ટેમ્બર સુધી ટેક્સ્ટ મેસેજથી વાતચીત થતી હતી. ઇન્દ્રાણીએ કોર્ટમાં ત્રણ દિવસ સુધી રાહુલ અને શીના વચ્ચેની વાતચીત વાંચી સંભળાવી હતી. કોર્ટમાં જામીન અરજી પણ સુનાવણી દરમિયાન ઇન્દ્રાણીએ કહ્યુ કે, તેને જાણીજોઈને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

READ  બજેટ 2019: સ્ટાર્ટઅપ પર સરકાર ફિદા કરી આ મહત્વની જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

high-court-grants-bail-to-peter-mukherjee-after-five-years-in-sheena-bora-murder-case
પીટર મુખર્જી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત ઈંદ્રાણીએ કહ્યું કે ઓગસ્ટ 2015માં જ્યારે તેની ધરપકડ કરવામાં આવી તે પછી તરત જ પીટર મુખર્જીએ પોતાના દીકરાઓ રાહુલ અને રબિનના ખાતામાં 6 કરોડ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત તેઓએ કહ્યું કે કથિત રીતે જે હત્યા થઈ તે તારીખથી લઈને તેમની ધરપકડ સુધીમાં તેને 19 વખત વિદેશ યાત્રા કરી હતી. જો કોઈ મેં આવું મર્ડર કર્યું હોય તો હું શા માટે પરત ભારત આવું? ઈન્દ્રાણી મુખર્જી સીબીઆઈ કોર્ટમાં જામીન અરજી કરી રહ્યાં છે જ્યારે પીટરને સ્વાસ્થ્યના કારણોસર જામીન કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે.

READ  વરિષ્ઠ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દિલ્હી સ્થિત CRPF હેડક્વાર્ટર કરાયું સીલ

 

Oops, something went wrong.
FB Comments