VIDEO: રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં સરકારનો નિર્ણય, ઉદ્યોગ શરૂ થયાના 24 કલાકમાં જ ઘરે બેઠા મળશે વિદ્યુત કર માફીપત્રનું પ્રમાણ પત્ર

રાજ્ય સરકારે રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને ઉદ્યોગ શરૂ થયાના 24 કલાકમાં જ ઘરે બેઠા ઉદ્યોગકારોને વિદ્યુત કર માફીનું પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી છે. નવા ઉદ્યોગની સ્થાપના બાદ વિદ્યુત કર માફીપત્ર માટે ઉદ્યોગકારોએ હવે ધરમ ધક્કા નહીં ખાવા પડે. ઉદ્યોગની સ્થાપનાના માત્ર 24 કલાકમાં રાજ્ય સરકાર જે તે ઉદ્યોગકારને ડિજીટલ સિગ્નેચર દ્વારા વિદ્યુત કર માફીનું પ્રમાણપત્ર આપી દેશે.

READ  ઠાકોર એકતા સમિતિના પ્રમુખે સોશિયલ મીડિયામાં કરી વિવાદિત પોસ્ટ, દીકરીઓને દૂધ પીતી કરવા કરી હાંકલ, જુઓ VIDEO

 

 

આ નિર્ણયનો આવતીકાલથી રાજ્યમાં અમલ શરૂ થઈ જશે. રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે ફેસ લેસ સિસ્ટમથી 3 હજાર ઉદ્યોગકારોને સરળતાથી તેનો લાભ મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતમાં આયુષ્માન યોજનામાં મોટું કૌભાંડ! એક જ પરિવાર પાસે 1700 કાર્ડ મળ્યા

 

 

મહત્વપૂર્ણ છે કે આ નિર્ણય પહેલા ઉદ્યોગકારોને વિદ્યુત કર માફીપત્ર માટે 6 મહિના સુધી સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા. જેમાં તેમનો સમય અને નાણાનો વ્યય થતો હતો. જો કે હવે આ નિર્ણયના પગલે ઉદ્યોગકારોને મોટી રાહત મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments