INDvsSA Test Match: પ્રથમ ટેસ્ટ મેચમાં બન્યો વિશ્વ રેકોર્ડ, વિશાખાપટ્ટનમ સ્ટેડિયમના નામે જોડાઈ એક નવી સિદ્ધી

વિશાખાપટ્ટનમમાં ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચ ઘણી યાદગાર બની ગઈ છે. બીજી જ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચની મેજબાની કરી રહેલા વિશાખાપટ્ટનમના ડૉ.રાજશેખર રેડ્ડી સ્ટેડિયમ ભારતના ઘણા રેકોર્ડનું સાક્ષી બની ગયુ છે.

મયંક અગ્રવાલની બેવડી સદી ફટકારી, રોહિત શર્માએ બંને ઈનિંગમાં 2 સદી ફટકારી, રવિન્દ્ર જાડેજાનો રેકોર્ડ 200 ટેસ્ટ વિકેટ અને આર.અશ્વિનની 350 ટેસ્ટ વિકેટ પછી હવે આ સ્ટેડિયમની સાથે એક નવો રેકોર્ડ જોડાઈ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનમાં મીકા સિંહની કોન્સર્ટમાં ISI અધિકારી અને દાઉદનો પરિવાર રહ્યો હાજર

3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં જ બંને ટીમો દ્વારા સૌથી વધારે 37 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બની ગયો છે. તેમાં રોહિત શર્મા દ્વારા 13 સિક્સર સામેલ છે. રોહિત શર્માએ મેચની પ્રથમ ઈનિંગમાં જ્યાં 6 સિક્સર ફટકારી, ત્યારે તેમને બીજી ઈનિંગમાં પણ 7 સિક્સર ફટકારી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રોહિત શર્માએ ફટકારી સિક્સ અને ફેનને વાગ્યો બોલ, ત્યારબાદ શર્માએ કર્યુ કંઈક એવુ કે ફેન થઈ ગઈ 'ખુશખુશાલ'

 

 

આ પહેલા એક ટેસ્ટ મેચમાં સૌથી વધારે 35 સિક્સર ફટકારવાનો રેકોર્ડ શારજાહમાં 2014-15માં રમાયેલી પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચના નામે હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રોહિત શર્માએ બંને ઈનિંગમાં મળીને 13 સિક્સર ફટકારી, ત્યારે મયંક અગ્રવાલે 6, રવિન્દ્ર જાડેજા અને ડીન એલ્ગરે 4-4 સિક્સરો ફટકારી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  FATF માં બ્લેક લિસ્ટ થવાથી જ ડરવા લાગ્યું પાકિસ્તાન, હવે તો ભારતને હટાવવાની જ કરી માંગણી

 

Oops, something went wrong.
FB Comments