મોંઘવારીથી ત્રસ્ત પૂર્વ ધારાસભ્યોએ પેન્શન મામલે સરકારને આપ્યું અલ્ટિમેટમ

મોંઘવારીથી ત્રસ્ત પૂર્વ ધારાસભ્યોએ હવે સરકાર સામે પેન્શનની ઉગ્ર માગ કરી છે. આ પૂર્વ ધારાસભ્યોએ રાજ્ય સરકારને 26મી જાન્યુઆરી સુધીની અલ્ટિમેટમ પણ આપ્યું છે. અને જો માગ નહીં સંતોષાય તો રાજ્યના તમામ 450 જેટલા પૂર્વ ધારાસભ્યો સરકાર સામે મોરચો માંડશે. આજે રાજ્યના પૂર્વ ધારાસભ્યોની એક બેઠક યોજાઇ હતી. જેમાં દેશના અન્ય રાજ્યોની સ્થિતિની સમીક્ષા કરાઈ.

READ  કોંગ્રેસના MLA અદિતીસિંહની કારનો પીછો કરવામાં આવ્યો અને પછી ગાડી પલટી ખાઈ ગઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના ગઠબંધનમાં થયો આ નવો વિવાદ, જાણો કોંગ્રેસને શું પડ્યો વાંધો?

મહત્વપૂર્ણ છે કે દેશના 27 રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શનનો લાભ મળે છે. ત્યારે હવે ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે. સાથે જ મેડિકલની સેવા, સરકારી બસોમાં પૂર્વ ધારાસભ્યોની અનામત સીટ, મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવી સવલતો આપવાની પણ માગ ઉઠી છે. ત્યારે સરકારનો જ એક સમયે ભાગ રહેલા પૂર્વ ધારાસભ્યો હવે સરકાર સામે પડે તો નવાઇ નહીં.

READ  ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું મોટું નિવેદન! વર્ષોથી ફક્ત ધારાસભ્ય તરીકે બીરાજમાન ભાજપના મિત્રો જોડાશે કોંગ્રેસમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments