ભારતીય મૂળના પ્રિતી પટેલ બાદ ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ ઋષિ સુનક બ્રિટનના નાણા પ્રધાન બન્યા

ઇન્ફોસિસના નારાયણમૂર્તિના જમાઇ ઋષિ સુનક બ્રિટનના નાણા પ્રધાન બન્યા છે. બ્રિટનના વડાપ્રધાન જ્હોન્સે ટ્વિટ કરીને આ માહિતી આપી. ભારતીય મૂળના રૂષિ સુનકની નિમણૂક કરવા અંગે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસને ટ્વિટ કર્યું એ સાથે 39 વર્ષિય રૂષિ લાઈમલાઈટમાં આવી ગયા છે. ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ જેવી વૈશ્વિક ખ્યાતિ ધરાવતી શિક્ષણ સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલા રૂષિ 2015થી બ્રિટનની રાજનીતિમાં સક્રિય છે.

READ  કોંગ્રેસ, NCP અને શિવસેનાના નેતાઓની રાજ્યપાલ સાથેની મુલાકાત છેલ્લી ઘડીએ રદ

Image result for rishi sunak

આ પણ વાંચોઃ સરકાર અને બિનઅનામત વર્ગના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક પૂર્ણ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યો આ જવાબ

અગાઉ બ્રિટિશ નાણાપ્રધાનના મુખ્ય સહાયક તરીકે ચીફ ટ્રેઝરરનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. સુનકના પિતા ડોક્ટર છે અને તેમની માતા કેમિસ્ટ છે. સુનકે 2009માં અગ્રણી ભારતીય આઈટી કંપનીના સહસ્થાપક નારાયણમૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના યુવા નેતા તરીકે રૂષિ વડાપ્રધાન બોરિસ જ્હોનસનના વિશ્વાસુ મનાય છે. ચૂંટણીપ્રચારમાં તેમને મહત્વની જવાબદારી સોંપાયા બાદ બ્રેક્ઝિટ અંગેના વિભાગો પણ રૂષિ સંભાળી રહ્યા છે.

READ  VIDEO: ધારાસભ્ય હર્ષ સંઘવીએ ભટાર વિસ્તારમાં દબાણો દૂર કરવા મ્યુ. કમિશનરને લખ્યો પત્ર, કામગીરી સામે ઠાલવ્યો આક્રોશ

Image result for rishi sunak

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments