વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દર્દીના જમવામાં નીકળ્યા કીડા, જુઓ વાયરલ વીડિયો

Insects found in Corona patients' food at Gotri Hospital, Vadodara vadodarani gotri hospitalma dardina jamvamathi nikdya kida juo viral video

હોસ્પિટલના બિછાને પડેલા દર્દીના જમાવામાં જો કીડા નીકળે તો. આવી જ ઘટના સામે આવી છે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં. વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દર્દીના જમવામાં કીડા નીકળ્યા હોવાનો દર્દીએ આરોપ લગાવ્યો છે. સાથે જ દર્દીએ કીડા વાળા જમાવાનો વીડિયો પણ વાયરલ કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે દાળભાતમાં મરેલા કીડા પડ્યા છે. જમવામાં કીડા નીકળવાની ઘટના સામે આવતા જ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હોસ્પિટલની તપાસમાં સામે આવ્યું કે જમવાનું અક્ષયપાત્ર સંસ્થા દ્વારા આપવામાં આવ્યું હતું, ત્યારે સત્તાધીશોએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવુ ન થાય તેની કાળજી રાખવાની પણ હૈયા ધારણા આપી.

READ  કોરોના વાઈરસના કારણે 56,000થી વધારે ભારતીયોએ છોડ્યો આ દેશ

આ પણ વાંચો: આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments