કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ત્રણ બાબતે પાકિસ્તાનને ફટકાર

કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે નિર્ણય સંભળાવતા કુલભૂષણની ફાંસી પર રોક લગાવી છે. ICJમાં ભારતના પક્ષમાં નિર્ણય આવતા કોર્ટે કુલભૂષણને કાઉન્સિલ આપવાની મંજૂરી પણ આપી છે. કોર્ટે કહ્યું કે બંને દેશ વિયેના સંધિથી બંધાયેલા છે અને કુલભૂષણ જાધવને કાઉન્સિલર મળવો જોઇએ તે તેનો અધિકાર છે. કોર્ટમાં 15-1થી ચુકાદો ભારતની તરફેણમાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાનને ત્રણ બાબતે કોર્ટની ફટકાર

  • કુલભૂષણની ફાંસી પર રોક
  • કાઉન્સિલર એકસેસ મળશે
  • કોર્ટે કહ્યું કે, પાકિસ્તાને વિયેના સંધિનો ઉલ્લંઘન કર્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈમાં પત્રકારની રાત્રે અઢી વાગ્યે કરાઈ હત્યા, પોલીસે CCTVના આધારે 3 શખ્સોની સામે દાખલ કરી ફરિયાદ

આખરે કાઉન્સિલર એક્સેસ શું છે તે સવાલ તમને ચોક્કસ થશે તો આપને કહી દઇએ કે ભારતે રાજદ્વારી સંબંધો પર વિયેના સંધિના નિયમ અંતર્ગત જાધવને રાજદ્વારી અધિકારીનો સંપર્ક કરવાની છૂટ આપવાની માગ કરી હતી. આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે જે સ્વતંત્ર દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોને વ્યાખ્યાયિત કરે છે. રાજદ્વારી અધિકારી એ રાજદૂત નથી પરંતુ તે યજમાન દેશમાં વિદેશી રાષ્ટ્રનો પ્રતિનિધિ છે જે યજમાન દેશમાં તેના પોતાના દેશના હિતો માટે કામ કરે છે.

READ  Taxને લઈને ખાસ મધ્યમવર્ગ માટે આવતીકાલે સરકાર કરી શકે છે Budgetમાં આ મોટી જાહેરાતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વિયેના સંધિની કલમ-36 કહે છે કે ધરપકડ કે અટકાયત કરાયેલા વિદેશી નાગરિકને તેના એમ્બેસી કે કોન્સ્યુલેટને જાણ કરવાના અધિકાર અંગે કોઇ પણ પ્રકારના વિલંબ વગર નોટિસ આપવી જોઇએ. જો અટકાયત કરાયેલો વિદેશી નાગરિક વિનંતી કરે તો પોલીસે તે નોટિસ એમ્બેસી કે કોન્સ્યુલેટને ફેક્સ કરવી જરૂરી છે. કોન્સ્યુલેટને નોટિસ ફેક્સ જેવી સાદી હોઇ શકે છે અને તેમાં વ્યક્તિનું નામ, ધરપકડનું સ્થળ અને જો શક્ય હોય તો અટકાયત કે ધરપકડ માટેના કારણ અંગે થોડી માહિતી હોય છે.

READ  આ છે ભારતના 7 MOST WANTED દુશ્મનો કે જેમને પાકિસ્તાનમાં ઘુસીને મારવા પડશે

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

FB Comments