આજે ICCની યોજાશે મોટી બેઠક, ટી-20 વિશ્વ કપ સહિત ઘણા મોટા મુદ્દાઓ પર થશે નિર્ણય

international cricket council icc meeting held today aaje ICC ni yojase moti bethak t-20 world cup sahit ghana mota mudao par thase nirnay

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આજે યોજાનારી બેઠકમાં ઘણા મુખ્ય મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે. તેમાં વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત ટી-20 વિશ્વ કપના ભવિષ્ય પર પણ નિર્ણય થશે. તે સિવાય બોર્ડના આગામી ચેરમેનને લઈને પણ વાતચીત થશે. ટી-20 વિશ્વ કપના આયોજન પર દરેક લોકોની નજર એટલા માટે છે કારણ કે જો ટી-20 વિશ્વ કપ યોજાશે નહીં તો તે દરમિયાન IPLના આયોજન પર વાતચીત ચાલી રહી છે. કોરોનાના કારણે IPL હાલમાં અનિશ્ચિતકાળ માટે ટાળવામાં આવી છે.

READ  15 જાન્યુઆરી 2020થી સરકાર 12 રાજ્યોમાં લાગૂ કરશે 'વન નેશન વન રાશનકાર્ડ'

international cricket council icc meeting held today aaje ICC ni yojase moti bethak t-20 world cup sahit ghana mota mudao par thase nirnay

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તે સિવાય એ વિચાર પણ થઈ શકે છે જો ઓસ્ટ્રેલિયા, ભારતને મળેલી 2021 ટી-20 વિશ્વ કપની મેજબાનીને 2022 સુધી ટાળવાની ભલામણ કરે છે તો BCCI શું કરશે? BCCIએ સાફ કર્યુ છે કે પહેલા 2020 ટી-20ના ભવિષ્ય પર ICCના નિર્ણયની રાહ જોવાશે.

READ  IPL ટુર્નામેન્ટ ભારતની બહાર યોજાશે, 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી UAEમાં રમાવાની શક્યતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારબાદ પણ આગળનો રસ્તો નક્કી કરવામાં આવશે. આ મુદ્દાઓ સિવાય 2021માં ભારતમાં પ્રસ્તાવિત ટી-20 વિશ્વ કપના ટેક્સનો મુદ્દો પણ ચર્ચામાં આવશે. BCCI પહેલા જ 2016 ટી-20 વિશ્વ કપથી જોડાયેલી 23.7 મિલિયન ડોલરની લડાઈ લડી રહ્યા છે. ICCની બેઠક પર એટલા માટે પણ નજર રહેશે કારણ કે હાલના ચેરમેન શશાંક મનોહરનો કાર્યકાળ ખત્મ થઈ રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે બુધવારની બેઠકમાં આગામી ચેરમેન માટે નામાંકન પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે કે નહીં.

READ  બીજી ટેસ્ટમાં કેમ પ્રથમ મેચના હિરો અશ્વિનને ટીમમાં ન આપવામાં આવ્યું સ્થાન? જાણો મેચ પહેલાં તમામ અપડેટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments