વિદેશ પ્રવાસ પર કોહલી અને તેના ખેલાડીઓ નહીં પરંતુ તેમનો ‘પરિવાર’ BCCI માટે બન્યો માથાનો દુ:ખાવો

હાલમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર છે ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ માટે વિદેશ પ્રવાસ પર ખેલાડીઓ પોતાના પત્ની, બાળકો અને કુટુંબીજનો સાથે જતા મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ખેલાડીઓ અને તેમના પરિવાર માટે લાંબા વિદેશી પ્રવાસો પર 2 અઠવાડિયા સુધી રહેવાની પરવાનગી છે, પરંતુ BCCI માટે તેને સંભાળવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે.

READ  સુપ્રીમ કોર્ટે BCCIના કામકાજ માટે નિયુક્ત કમિટીને કાર્યમુક્ત કરી, વાંચો ખબર

એક અહેવાલ પ્રમાણે, BCCIએ હાલના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પરિવારના સભ્યોના પરિવહન માટે ખૂબ મુશ્કેલી ઊભી થઇ હતી.

ઓસ્ટ્રેલિયમાં ખેલાડીઓના પરિવારના લોકો માટે બોર્ડ દ્વારા 2 બસોને ભાડે લેવામાં આવી હતી. જેમાં 40 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ આટલા બધા લોકોની સંભાળ રાખવામાં મુશ્કેલી થઇ હતી.

READ  ભારતના આ ક્રિકેટરે 12 વર્ષ પહેલા જ સૌરવ ગાંગૂલી માટે કરી હતી 2 ભવિષ્યવાણી, એક સાચી સાબિત થઈ અને બીજી પણ થશે!

જો કે નોંધનીય છે કે, BCCI માટે પરિવારોને સાથે લઈને જવું ખર્ચાળ નથી. કારણ કે ક્રિકેટરો પોતાના પરિવારના બિલ ખેલાડીઓએ ચૂકવવાના હોય છે. પરંતુ પરિવહન અને તેમના પરિવારના સામાનનું ટ્રાવેલિંગ બોર્ડ માટે પડકારરૂપ બની રહ્યું છે. તેમજ તેમની સુરક્ષા માટે પણ બોર્ડે કાળજી રાખવાની રહે છે.

[yop_poll id=966]

FB Comments