નિર્ભયા કેસઃ મહિલા શૂટર વર્તિકા સિંહે ગૃહમંત્રીને લખ્યો લોહીથી પત્ર, મારા હાથે આરોપીને મળે ફાંસી

international-woman-shooter-write-a-letter-to-home-minister-with-blood-says-hanging-the-culprits-of-nirbhaya-from-my-hands

ઈન્ટરનેશનલ મહિલા શૂટર વર્તિકા સિંહે લોહીથી એક પત્ર લખ્યો છે. નિર્ભયાના ચારેય આરોપીને એક મહિલાના હાથે ફાંસી દેવાની માગ સાથે ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે. વર્તિકા સિંહે કહ્યું કે, નિર્ભયા કેસમાં ગુનેગારેને એક મહિલા કે મારા હાથે ફાંસી આપવામાં આવવી જોઈએ. જેથી દેશભરમાં એક સંદેશ જશે કે મહિલા પણ ફાંસી આપી શકે છે. અને હું ઈચ્છુ કે, મહિલા અભિનેત્રીઓ અને સાંસદ મારું સમર્થન કરે. અને આ કારણે સમાજમાં મોટા ફેરફાર થશે.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું વિશેષ સન્માન ‘નિશાન’ અપર્ણ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે મળ્યો એવોર્ડ

મહત્વનું છે કે, 2012માં ચાલુ બસમાં એક યુવતી સાથે હેવાનિયત કરવામાં આવી હતી. આ કેસમાં 6 આરોપી છે. જેમાંથી રામસિંહ નામના આરોપીએ જેલમાં આપઘાત કર્યો હતો. જો કે, એક આરોપી સગીર છે.

READ  પીએમ મોદી દેશભરના 20 હજાર સરપંચોને સંમેલનમાં કરશે સંબોધન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments