શા માટે આજે જ, 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવવામાં આવે છે ? જાણો શું છે ઇતિહાસ

આઝાદ ભારતમાં ઘણી વખત મહિલાના અધિકારીઓ અને તેમના હિત અંગે વાત કરતાં રહીએ છે. એટલું જ નહીં દેશમાં મહિલાના સમ્માન, પ્રશંસા અને તેમના પ્રતિ પ્રેમ વ્યક્ત કરવા માટે મહિલા દિવસ અને આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ જેવા દિવસોની ઉજવણી પર કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે 8 માર્ચે કેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે.

સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 1909માં થઈ હતી. જેને માન્યતાતો 1975માં મળી હતી. જે પછી તેને સંયુક્ત રાષ્ટ્ર સંઘે એક ખાસ થીમ પર ઉજવવાની શરૂઆત કરી અને સમગ્ર દુનિયામાં તેનું ચલણ વધ્યું છે. દર વર્ષે મહિલા દિવસની ઉજવણી પર એક ખાસ થીમ રાખવમાં આવે છે. જેમાં આ વર્ષની થીમનું નામ ‘BalanceforBetter’ છે.

READ  Women's Day 2020 : જાણો કેમ મનાવવામાં આવે છે મહિલા દિવસ અને શું છે ઈતિહાસ?

શું છે ઇતિહાસ ? 

આજની નારી પોતાની વાત સારી રીતે વ્યક્ત કરી શકે છે. પરંતુ પહેલાં આ પ્રકારની આઝાદી મહિલાઓને મળતી ન હતી. જેના કારણે 1908માં 15 હજાર મહિલાઓ ન્યૂયોર્ક શહેરના માર્ગ પર નીકળળી હતી. જેમને મતદાનનો અધિકારથી લઇ કામ સામે યોગ્ય પગારની માંગણી કરી રહી હતી.

જે પછી 1909માં અમેરિકાની સોશ્યિલિસ્ટ પાર્ટીએ યુએસમાં પહેલો રાષ્ટ્રીય મહિલા દિવસ 28 ફેબ્રુઆરીના મનાવ્યો હતો. જે પછી 1910માં જર્મની અને 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક અને સ્વિટ્ઝરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી.

READ  AMCની સાબરમતી નદીમાં સફાઈ મામલે બેવડી નીતી, AMCના ડમ્પર જ નદીમાં ઠાલવી રહ્યા છે કચરો, જુઓ આ VIDEO

1913માં આધિકારીક રૂપથી 8 માર્ચને આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દુનિયાભરના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલી મહિલાઓના આર્થિક, રાજનીતિક અને સામાજિક ઉપલબ્ધિઓની ઉજવણી માટે મનાવવામાં આવે છે.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી નજીક જોતાં ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન મોદી આપશે કરોડો રૂપિયાની ભેટ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને સમ્માન આપવાની સાથે મહિલા સશક્તિકરણ અને પુરૂષ મહિલા વચ્ચેનું અંતર ઓછું થાય તેના માટે ઉજવવામાં આવે છે. તેમજ મહિલાની કામગીરીને પ્રોત્સાહિત કરવામાં દરેક દેશોમાં કામ કરવામાં આવે છે. 2017માં એક સર્વેમાં ખુલ્લાસો થયો કે, મહિલા અને પુરૂષ વચ્ચે રહેલી અસમાનતાનો અંત લાવવામાં હજી પણ 100 વર્ષ જેટલો સમય લાગી શકે છે.

FB Comments