આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: સુરતની આ દીકરીને સલામ, બહાદુર બેટીએ પિતાને ડોનેટ કર્યું લીવર!

International Women's Day: Salute to Surat's brave Daughter who Donates Liver to her Father! International Women's Day surat ni aa dikri ne salam bahadur betty e pita ni donate karyu Liver
આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ત્યારે વાત કરવી છે એક એવી દીકરીની કે જેણે દીકરી તરીકે પોતાના પિતા અને પરિવારનું નામ ગર્વભેર ઊંચું કર્યું છે. ઘરમાં દીકરો પણ ન કરી શકે તેવું કામ આ દીકરીએ કરી બતાવતા આજના આ દિવસે તેની પાસેથી પ્રેરણા લેવી જ રહી.
International Women's Day: Salute to Surat's brave Daughter who Donates Liver to her Father! International Women's Day surat ni aa dikri ne salam bahadur betty e pita ni donate karyu Liver

આજે ‘વુમન્સ ડે’ પર મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે. તેમણે કરેલા કાર્યોને બિરદાવવામાં આવે છે, છતાં પણ સમાજમાં હજી દીકરી જન્મને અમુક લોકો ઘૃણાની રીતે જોવે છે. ત્યારે જે લોકો દીકરીનું મહત્વ નથી સમજતા તે લોકો માટે સુરતની એક દીકરીએ મિશાલ પુરી પાડી છે. 23 વર્ષની આયુશી મોરે ડેન્ટિસ્ટ બનવાના સપના જોતી આયુશીના પરિવાર પર થોડા મહિના પહેલા જ આભ ફાટી પડ્યું, જ્યારે તેને ખબર પડી કે તેના પિતાને લીવર ક્રોનિક ઈન્ફેક્શન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે દિવસ થોડો કષ્ટદાયક રહેશે, કુટુંબના સભ્‍યો સાથે મનદુ:ખ થાય

48 વર્ષીય પ્રદીપ મોરેની તબિયત દિન પ્રતિદિન લથળતી હતી. એક મહિનાની દવા પર ઈલાજ બાદ સુરતના ડોકટરોએ દર્દી બચી શકે જ નહીં તેવું પણ કહી દીધું હતું. જો કે મુંબઈના ડોકટરોને બતાવતા તેઓએ ખરાબ થઈ ગયેલા લીવરને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી. 18થી 50 વર્ષની વચ્ચે લોહીના સંબંધમાં પરિવારમાંથી જ કોઈ લીવર ડોનેટ કરી શકે તે જરૂરી હતું.

International Women's Day: Salute to Surat's brave Daughter who Donates Liver to her Father! International Women's Day surat ni aa dikri ne salam bahadur betty e pita ni donate karyu Liver

નજીકના પરિવારમાંથી કોઈ તૈયાર ન હતું. એક સમયે પિતાના બહેન લીવર ડોનેટ કરવા તૈયાર થયા પણ ઉંમર વધારે હોવાથી તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તેવું ન હતું. જો કે આવા સમયે તેમની મોટી દીકરી આયુશીએ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના સૌથી પહેલા લીવર બતાવવાની તૈયારી બતાવી, કોઈપણ જાતના ઓપરેશન, દર્દ કે ભવિષ્યના ખતરાને ધ્યાનમાં લીધા વિના આયુશીએ જન્મદાતા પિતા માટે પોતાનું 60 ટકા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી દીધું.

READ  One dead, one missing after drowning in Harni lake, Vadodara - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં બેભાન જ રહેલા પ્રદીપભાઈને પણ એ વાતની ખબર નહોતી કે તેમનું લીવરનું ઓપરેશન થયું છે અને આ ઓપરેશન માટે ખુદ તેમની દીકરીએ જ લીવર આપ્યું છે. તેમને જ્યારે આ વાતની ખબર પડી તો પહેલા તો તેઓ આઘાતમાં હતા પણ દીકરીનો તેમના માટે આવો પ્રેમ જોઈને આજે તેઓ ગર્વ અનુભવે છે. દીકરીના રૂપમાં ભગવાને આવીને જાણે તેમને નવજીવન આપ્યું છે તેવો અનુભવ તેઓ કરી રહ્યા છે.

પિતાને જ્યારે હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યા તો સ્વાભાવિક રીતે અનોખી ખુશી હતી. આખા ઘરને તેઓએ જુના ફોટોગ્રાફ્સથી સજાવ્યું હતું. એક પરિવારને જેવી ખુશી દીકરીના જન્મ માટે હોય છે એવી ખુશી તેના પિતા અને પરિવારના ચહેરા પર પાછી વળી છે. જીવન બદલી નાંખે તેવા આયુશીના નિર્ણયથી આજે આ પરિવારને ઘરના મોભીને નવજીવન મળ્યું છે તે વાતનો આનંદ દરેકના ચહેરા પર જોવા મળ્યો હતો.

READ  આ કારણે રાજ્યની 6 કોલેજ થશે બંધ, GTU પાસે કોલેજ બંધ કરવાની માગી પરવાનગી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુરતની આ બહાદુર દીકરીએ પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ કેટલો મજબૂત છે એ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે. કારકિર્દી માટે આ દિકરીએ ડેન્ટિસ્ટનો અભ્યાસ અને પરીક્ષા પણ અધવચ્ચે પડતી મૂકી છે. પરિવારે ઘર,જમીન, દાગીના બધું વેચીને 70 લાખનું દેવું કરીને આજે ઘરના મોભીને મોતના મુખમાંથી પરત મેળવ્યો છે અને આ બધું શક્ય બન્યું છે તો માત્ર ને માત્ર ઘરની દીકરીના કારણે સલામ છે આયુશી જેવી દીકરીઓને.

 

Oops, something went wrong.
FB Comments