Internationl Yoga Day: યોગ કરતી વખતે તમે પણ આ 7 ભૂલ કરવાથી બચો, જાણો તે ભૂલો વિશે

પોતાનું શરીર બિમાર ના પડે અને સ્વાસ્થ્ય સારૂ રહે તે દરેક લોકો પહેલા ઈચ્છે છે. આજના તણાવ અને ભાગદોડવાળા જીવનમાં લોકો તેમના આ સપનાને પુરા કરવા માટે યોગનો સહારો લે છે. યોગની મદદથી વ્યકિત તેમના શ્વાસને કંટ્રોલ કરવાથી લઈને શરીરને લચીલુ બનાવી શકે છે.

એક તરફ જ્યાં યોગ તમારૂ સ્વાસ્થ્ય સારૂ રાખે છે, ત્યારે ખોટી રીતથી યોગા કરવાથી તમારૂ સ્વાસ્થ્ય બગડી પણ શકે છે. 21 જૂને દુનિયાભરમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે અમે તમને જણાવીશુ કે યોગ કરતા સમયે કરવામાં આવતી 7 ભૂલો જે તમારા સ્વાસ્થ્યને સારૂ બનાવવાની જગ્યાએ બગાડી પણ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. યોગ કરતા પહેલા ભોજન

યોગ કરવાના લગભગ 2 થી 3 કલાક પહેલા કઈ પણ ખાવાથી બચો, કારણ કે જો તમે જમ્યા પછી યોગ કરો છો તો તમને ઉબકા આવી શકે છે અને વોમિટ પણ થઈ શકે છે. શરીરને જમવાનું પાચન કરવામાં ખુબ એનર્જી લાગે છે. જેના કારણે તમને યોગ કરતા સમયે થાકનો અનુભવ થઈ શકે છે.

2. ઈજા થવા પર ના કરો યોગ

જો તમારા શરીરમાં કોઈ પ્રકારે કોઈ ઈજા થઈ હોય અને તમને યોગની કોઈ પણ મુદ્રા કરવામાં મુશ્કેલી પડતી હોય તો તેની જાણકારી તમારા યોગા શિક્ષકને જરૂર આપો અને તમે સંપૂર્ણ રીતે ફીટ ના થાવ ત્યા સુધી યોગ કરવાનું ટાળો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3. યોગ દરમિયાન મોબાઈલને રાખો દુર

યોગ કરતા સમયે જરૂરી છે કે તમે તમારૂ ધ્યાન બીજી વસ્તુઓથી હટાવીને માત્ર તમારા યોગાસન પર જ રાખો. મોબાઈલને યોગા ક્લાસમાં લઈ જવાનું ટાળો, કારણ કે તેનાથી તમારૂ ધ્યાન ભટકતુ રહેશે.

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં RTOની કાર્યવાહીથી વાન ચાલકોમાં આક્રોશ, સ્કૂલવાન ચાલકો મેયરના બંગલે રજૂઆત કરવા પહોંચ્યા

4. કપડા

યોગ કરવા માટે યોગ્ય પ્રકારના કપડાની પસંદગી કરો. યોગ કરતા સમયે જો તમારા કપડા ટાઈટ, કે પછી પરસેવાવાળા રહેશે તો તમારૂ ધ્યાન યોગમાં ઓછું અને કપડા પર વધારે રહશે.

5. યોગ દરમિયાન વાતચીત ટાળો

ક્લાસમાં લોકોની સાથે વાતચીત કરવાની એક સારી આદત છે પણ યોગા ક્લાસમાં બને તેટલી ઓછી વાતો કરો, કારણ કે તેનાથી તમારૂ ધ્યાન ભટકશે અને સાથે જ બાકી લોકોનું ધ્યાન પણ યોગમાં રહેશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

6. રૂમાલ સાથે રાખો

યોગ ક્લાસમાં એક રૂમાલ સાથે લઈને જાઓ. જેથી તમને પરસેવો આવે તો તેને રૂમાલ દ્વારા સાફ કરી શકાય.

7. ઉત્સાહમાં ન કરો યોગા

ઉત્સાહમાં આવીને કોઈ મુદ્રાને બળજબરીપૂર્વક કરવાનો પ્રયત્ન ના કરો, ધીરે-ધીરે સમય લઈને તે મુદ્રા કરવાનો પ્રયત્ન કરો.

 

Banaskantha: Palanpur and Amirgadh receive rainfall after long dry spell|TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ગુજરાતના બજારમાં ડુંગળીના ભાવ શું રહ્યા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

Read Next

VIDEO: જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

WhatsApp પર સમાચાર