રંગેહાથ ઝડપાયેલા ACBના ભ્રષ્ટ અધિકારી ડીડી ચાવડાના બેંક લોકર ખોલવાની તપાસ તેજ

અમદાવાદમાં રંગેહાથ ઝડપાયેલા ACBના ભ્રષ્ટ અધિકારી સામે તપાસ તેજ થઈ છે. ACBના ડેપ્યુટી ડાયરેક્ટર ડી.બી. વાઘેલાએ જૂનાગઢમાં તપાસ કાર્યવાહી શરૂ કરી છે. ભ્રષ્ટ અધિકારી ડીડી ચાવડા સામે રાજકોટ એસીબીના DYSPએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. જ્યારે ACBના ડેપ્યુટી ડાયરેક્ટર ડીબી વાઘેલાએ જૂનાગઢમાં તપાસ હાથ ધરી છે. જ્યાં ચાવડાના બેન્ક લોકર ખોલાવવા અને લક્ઝુરિયસ ફ્લેટની ખરીદી અંગે તપાસ ચાલી રહી છે. એટલું જ નહીં ડી.ડી ચાવડા પાસે જે કેસની તપાસ હતી તે તમામ કેસના ફરિયાદી અને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

READ  જૂનાગઢ: ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે નોંધાયો ગુનો

આ પણ વાંચોઃ ગુજરાતમાં વધતા આંદોલન, રોજગારી, ખેડૂતોની સ્થિતિ સહિત અનેક મુદ્દે નાયબ મુખ્યપ્રધાન સાથે વાતચીત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે ACBના પીઆઈ ડી.ડી. ચાવડા રૂપિયા 18 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ડી. ડી. ચાવડા એક ગૌશાળા કૌભાંડની તપાસ કરી રહ્યા હતા. આ કૌભાંડ અંગે ગુનો ન નોંધવા અને આક્ષેપ કરનાર સામે કોઈ કાર્યવાહી ન કરવા તેમણે 18 લાખની લાંચ માગી હતી. જે લાંચની રકમ લેવા તેઓ જૂનાગઢથી અમદાવાદ આવ્યા હતા. જો કે, ACBની ઉચ્ચ ટીમે છટકું ગોઠવીને તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

READ  Robbers loot cash from petrol pump at toy gunpoint, Surat


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments