અમદાવાદ: SEBIની ઓફિસ ખાતે શેર બ્રોકર્સનો હોબાળો, પોલીસે આવી મામલો થાળે પાડ્યો

શહેરના પંચવટી પાસેની એક શેર બ્રોકિંગ કંપનીના માલિક 150 કરોડનો ગોટાળો કરીને ફરાર થઈ ગયાના આક્ષેપ સાથે આજે શેર બ્રોકરોએ સી.જી રોડ પાસે આવેલ SEBIની ઓફિસે હોબાળો કરી રજુઆત કરી. જે ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર આવી મામલો થાળે પાડવો પડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સેબીની ઓફિસ પર રજુઆત કરવા આવેલા શેર બ્રોકરનો આક્ષેપ છે કે તેઓએ પંચવટી પાસે સિતીરતન કોમ્પ્લેક્ષમાં ફેરવેલ્થ સિક્યોરિટી લિમિટેડ કંપનીમાં રૂપિયાનું રોકાણ કર્યું હતું. ઘણા વર્ષથી કંપની કાર્યરત હોવાના કારણે શેર બ્રોકરને સમગ્ર મામલનો ખ્યાલ ન હતો કે તેઓની સાથે છેતરપિંડી થશે. જ્યારે 1 તારીખે શેર બ્રોકરની શંકા પ્રબળ બની અને 3 તારીખે પંચવટીની ઓફિસ પર જઈને તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે કંપનીને નોટિસ આપી સસ્પેન્ડ કરી દેવાઈ છે.  તે બાદ કંપનીના માલિક ધીરેન્દ્ર ગાબા અને તેમનો પુત્ર નિપુણ ગાબા જે કંપનીમાં ડાયરેકટર છે તે ફોન બંધ કરીને ફરાર થઈ ગયા છે.
શેર બ્રોકરોને પોતાની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા તમામ શેર બ્રોકર સેબીની ઓફિસ પર રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં શેર બ્રોકરરોએ કંપની દ્વારા દર ત્રણથી ચાર મહિને થતા કંપનીના ઓડિટમાં NSE અને SEBIને રિપોર્ટ આપવાનો હોવા છતાં કેમ કોઈ જાણ ન થઈ અને જાણ થઈ તો કેમ કાર્યવાહી ન થઈ તે બાબતે SEBI સામે સુત્રોચાર  રજુઆત કરી હતી. જ્યાં SEBI સામે હોબાળો કરતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભારતીય બાળકોને દત્તક લેવાનો વધ્યો ક્રેઝઃ અમેરિકન દંપતીએ કિશનને દત્તક લેવા 2 વર્ષનો કર્યો ઈન્તઝાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શેર બ્રોકરોનો આક્ષેપ છે કે ફેરવેલ્થ સિક્યોરિટી કંપની દ્વારા જાણી જોઈને કાવતરું કરવામાં આવ્યું છે તેમજ SEBIનાકર્મીઓ પણ તેમની સાથે મળેલા છે.  સાથે જ ફેરવેલ્થ કંપનીમાં કામ કરતા કર્મીઓએ પણ છેલ્લાં બે મહિનાથી પગાર ન મળ્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે
Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192