ચિદમ્બરમની થઈ શકે છે ધરપકડ, INX કેસમાં આગોતરા જામીન અરજી થઈ નામંજૂર

કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો છે. INX મીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નામંજૂર કરી. પૂર્વ નાણાં પ્રધાને કોર્ટ પાસે 3 દિવસનો સમય માગ્યો હતો. આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ હવે ED અને CBI ટૂંક સમયમાં ચિદમ્બરમની ધરપકડ કરવા માંગે છે. હાઈકોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કર્યા પછી પી.ચિદમ્બરમના વકીલ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે.

READ  સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ 49,600 રૂપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચિદમ્બરમ પર વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ તરફથી INX મીડિયાને ગેરકાયદેસર મંજૂરી આપવા માટે 305 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. અત્યાર સુધી ચિદમ્બરમની ધરપકડ ન થાય તે માટે અદાલતથી આશરે બે ડઝન વખત રાહત મળી છે. આ કેસ 2007 નો છે, જ્યારે પી.ચિદમ્બરમ નાણા પ્રધાન હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કશ્મીરમાં ઈન્ટરનેટ સેવા બંધ છે તો કેવી રીતે ટ્વીટ કરી રહ્યાં છે PDP નેતા મહબૂબા મુફ્તી?

વર્ષ-2017માં CBIએ વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડને મળેલી મંજૂરીના આ કેસમાં FIR નોંધી હતી. જ્યારે EDએ 2018 માં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં INX મીડિયાની માલિક અને આરોપી ઈન્દ્રની મુખર્જીને આ કેસમાં મંજૂરી આપવામાં આવી હતી અને આ વર્ષે તેનું નિવેદન પણ નોંધાયું હતું. CBI અનુસાર મુખર્જીએ જુબાની આપી હતી કે તેમણે કાર્તિ ચિદમ્બરમને 10 લાખ રૂપિયા આપ્યા હતા.

READ  હરિયાણા ચૂંટણીનું પરિણામઃ જાણો કોના ખાતામાં કેટલી બેઠક અને કયા જાણીતા ચહેરાઓને હારનું મોં જોવું પડ્યું

આ પણ વાંચો: પાકિસ્તાનને કારણે ચીનને થશે મોટું નુકસાન! વેપારીઓ ચાઈનીસ વસ્તુઓનો કરશે બહિષ્કાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments