IPL-2019: ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ મેચ જીત્યું, રૈનાએ બનાવ્યો ખાસ રેકોર્ડ તો ધોનીએ ફરી એક વખત લોકોના દિલ જીત્યાં, જાણો શું કર્યું ખાસ

IPL સિઝન 12નો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે. જ્યાં એક તરફ સાદગીથી શરૂઆત થઈ તો બીજી તરફ ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ IPLના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધોનીએ CSK તરફથી મેચ જોવા માટે આવેલા લોકોની ટિકિટના પૈસા સીઆરપીએફના જવાનોને આપ્યા છે. જે સાથે જ ફરી એક વખત લોકોનું દિલ જીત્યું છે.

આરસીબી અને ચેન્નઈ વચ્ચે IPL સિઝન 12ના ઉદ્ઘાટન મેચમાં સુરેશ રૈનાએ 15 રન બનાવવાની સાથે IPLમાં એક મોટો કીર્તિમાન પોતાના નામે નોંધાવી દીધો છે. મહત્વનું છે કે, સુરેશ રૈના IPLના ઈતિહાસમાં (2008-2019)માં સૌથી પહેલા 5000 રનનો આંકડો પાર કરી લીધો છે.

READ  IND vs BAN સામેની મેચમાં 87 વર્ષીય ભારતીય મહિલા ફેનને જોઈને ખુશ થઈ ગયા આનંદ મહિન્દ્રા, કરી આ મોટી જાહેરાત

આ પણ વાંચો : કોંગ્રેસે આઠમી યાદી કરી જાહેર, એક સાથે ચાર પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેલ્યો ‘માસ્ટર સ્ટ્રોક’

રૈનાએ IPLમાં સર્વાધિક 173 ઈનિંગ રમીને 34.43ની એવરેજથી 5000 રન પૂરા કરી લીધા છે, જેમાં એક સદી અને 35 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 100 રન છે. સુરેશ રૈના સિવાય આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી પણ આ રેકોર્ડ બનાવવાની નજીક છે.

READ  INDvsSA Test Match: રોહિતે રચ્યો ઈતિહાસ, દુનિયાના કોઈ બેટ્સમેન આ કમાલ કરી શક્યા નથી

IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

1. સુરેશ રૈના (ચેન્નઈ, ગુજરાત લાયન્સ) – 173 ઈનિંગ, 5000*, 1 સદી, 35 અડધી સદી

2. વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલોર)- 156 ઈનિંગ, 4954 રન, 4 સજી, 34 અડધી સદી

3. રોહિત શર્મા (ડેક્કન ચાર્જર્સ, મુંબઈ ઈન્ડિયન્સ) – 168 ઈનિંગ, 4493 રન, 1 સદી, 34 અડધી સદી

READ  ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે 'કરો યા મરો'નો મુકાબલો, બેંગ્લોરમાં 1.30 વાગ્યે શરૂ થશે મેચ

4. ગૌતમ ગંભીર (કોલકત્તા, દિલ્હી ડેયરડેવિલ્સ) – 152 ઈનિંગસ 4217 રન, 36 અડધી સદી

Oops, something went wrong.

FB Comments