IPL 2019 FINAL: કોણ જીતશે આ વખતે IPLનું ટાઈટલ?

આખરે એ દિવસ આવી ગયો કે જેનો ક્રિકેટ રસીકો લાંબાથી રાહ જોઈ રહ્યાં હતા. IPLમાં આજે એવી 2 ટીમો વચ્ચે જંગ થવા જઈ રહ્યો છે. જે લીગ મેચો પછી પોઈન્ટ ટેબલમાં પણ પહેલા અને બીજા નંબરે હતી. બંને ટીમોએ અત્યાર સુધી IPLમાં 3-3 વખત ફાઈનલ મેચ જીતી ચૂકી છે.

 

બંને ટીમોની પાસે ભારતીય અને વિદેશી સ્ટાર ખેલાડીઓની ભરમાર છે. બંને જ ટીમોમાં એવા ખેલાડી છે, જે મેચને કોઈ પણ સ્તરે પલટી શકે છે. એક તરફ ધોની કેપ્ટન છે તો બીજી તરફ રોહીત શર્મા કેપ્ટન છે. રોહીત શર્માની કેપ્ટનશીપમાં ઘણી એવી બાબતો ધોની જેવી જ છે. જે તેમને ધોની પાસેથી જ શીખી છે.

READ  VIDEO: અમરેલના જાફરાબાદ બંદર પર 9 નંબરનું સિગ્નલ લાગ્યું, પહેલી વખત ડેન્જર સિગ્નલ લાગ્યું

IPLની આ સિઝનમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની વચ્ચે 3 મેચ રમાઈ છે. આ 3 મેચ મુંબઈ ઈન્ડિયન્સ જીત્યું છે. આ સિઝન સિવાય પણ IPLની ફાઈનલ મેચમાં પણ બંને ટીમો 3 વાર સામ-સામે ટકરાઈ છે. જેમાં 2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને 1 મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સનો વિજય થયો છે.

IPL 2019ની ફાઈનલ મેચ અલગ છે. ધોનીની ટીમ ગયા વર્ષે ચેમ્પિયન રહી હતી અને લગભગ ધોનીની આ છેલ્લી IPL મેચ હોય શકે છે. તેથી ‘કેપ્ટન કુલ’ની છબી તે જાળવી રાખવા ઈચ્છશે.

READ  IPLની શરુઆત પહેલાં જ આ ખેલાડીએ વીડિયો પોસ્ટ કરીને મહેન્દ્ર સિંહ ધોનીને આપી ચેતવણી

આ પણ વાંચો: બોલીવુડ અભિનેતાએ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને કર્યો સવાલ, રિષભ પંતને વિશ્વ કપ માટેની ટીમમાં સ્થાન કેમ નહીં જ્યારે તમે ત્યાં છો તો?

અત્યાર સુધીન IPLની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 4 વખત અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 7 વખત પહોંચી ચૂકી છે. તેમાંથી બંને ટીમો 3-3 વખત ફાઈનલ મેચ જીતી ચૂકી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ વર્ષ 2013, 2015, 2017 માં ફાઈનલ મેચમાં જીત્યું હતું અને ચેન્નાઈ સુપર કિંગ્સ વર્ષ 2010, 2011, 2018માં ફાઈનલ મેચ જીતી ચૂક્યુ છે.

READ  મુસ્લિમ પરિવારમાં બાળકનો થયો જન્મ, માતાની જીદ પર નામ રાખવામાં આવ્યું 'નરેન્દ્ર મોદી'

 

Head of mission international conference which was to be held in Gujarat next month, cancelled | Tv9

FB Comments