કેપ્ટન કૂલ ધોનીએ પોતાની પુત્રી ઝીવાને પૂછ્યું ‘કેમ છો ?’ તમે પણ સાંભળીલો ઝીવાનો સુપર ક્યૂટ જવાબ

કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને IPL-2019 માં ચેમ્પિયન બનવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ રહ્યું છે. જેના માટે પહેલી મેચમાં જ બેંગ્લુરુની ટીમને હરાવીને પોતાના જીતનો આગાઝ કરી દીધો છે. જો કે મેચ પછી ધોની પોતાના પરિવારને સમય આપવામાં સહેજ પણ કસર નથી છોડતાં.

હાલમાં ધોનીનો પોતાની પુત્રી ઝીવા સાથેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંનેની મસ્તીનો અંદાઝ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ઝીવા ઘણી ક્યૂટ લાગી રહી છે અને તમે પણ તેની વાતો સાંભળીને તેને ક્યૂટ કહેશો. ધોનીએ પોતાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

આ પણ વાંચો : દુનિયાના સૌથી શક્તિશાળી હેલિકોપ્ટરમાં સ્થાન ધરાવતાં ‘ચિનૂક’ને આજે મળશે ભારતીય વાયુસેનામાં સ્થાન, પાકિસ્તાનમાં અત્યારથી જ ફફડાટ

આ વીડિયોમાં ધોની ઝીવાને વિવિધ ભાષામાં સવાલ કરે છે. જેમાં ઝીવા ગુજરાતી, તામિલ, બંગાળી, ઉર્દુ, ભોજપુરી અને પંજાબી જેવી તમામ ભાષાઓમાં જવાબ આપે છે. જ્યારે તેને પૂછવામાં આવે છે ‘કેમ છો ?’ તમે પણ તેનો વીડિયો જોઇને વધુમાં વધુ લોકો સાથે શેર કરશો.

Oops, something went wrong.

FB Comments
READ  VIDEO: મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 40થી 50 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા