પંજાબે જયપુરમાં પ્રથમ જીત મેળવી પણ IPL માં ‘માંકડ સ્ટાઈલ’માં રન આઉટ થતાં વિવાદ શરૂ થયો, શું છે માંકડ સ્ટાઈલ ?

IPL-2019માં રાજસ્થાન રોયલ્સ અને કિગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં એક અજીબ રીતે રન આઉટ થવાની ઘટના સામે આવી હતી. રાજસ્થાનનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર માંકડ સ્ટાઇલમાં રન આઉટ થયો હતો. જેના કારણે વિવાદ શરૂ થઈ ગયો છે.

IPLની મેચ-3માં 13મી ઓવર અશ્વિન કરી રહ્યો હતો. આ ઓવરના પાંચમાં બોલે નોન સ્ટ્રાઇક ઉપર રહેલો બટલર બોલ ફેંકે તે પહેલા ક્રિઝની બહાર ચાલ્યો ગયો હતો. આથી અશ્વિને બેલ્સ પાડી દીધા હતા અને આઉટની અપીલ કરી હતી. મેદાન પરના અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ માંગી હતી. રિપ્લેમાં બટલર આઉટ જણાયો હતો.

READ  Valentine Weekમાં જો તમે Confused છો કે કયું ફૂલ આપીને તમે તમારી લાગણીઓ વ્યક્ત કરશો તો વાંચો આ ખબર, 5 પ્રકારની Love Feeling માટે 5 પ્રકારના ફૂલ

https://twitter.com/IPL/status/1110235529549766657

અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. જોકે આવી રીતે આઉટ થતા બટલર ગુસ્સે ભરાયો હતો અને અશ્વિન સાથે મેદાનમાં રકઝક પણ થઈ હતી. બટલરે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. જોકે તે અનલકી રીતે આઉટ થયો હતો. બટલરે 43 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 69 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : કેપ્ટન કૂલ ધોનીએ પોતાની પુત્રી ઝીવાને પૂછ્યું ‘કેમ છો ?’ તમે પણ સાંભળીલો ઝીવાનો સુપર ક્યૂટ જવાબ

શું છે માંકડ સ્ટાઈલ રનઆઉટ ?

નોન સ્ટ્રાઈક પર બેટ્સમેન બોલર બોલ ફેકે તે પહેલા ક્રિઝની આગળ નિકળી જાય અને બોલર રન આઉટ કરી દે તો તેને માંકડ સ્ટાઈલથી રન આઉટ કર્યો કહેવાય છે. 1947/48માં સિડની ટેસ્ટમાં સૌ પહેલા ભારતના વિનુ માંકડે ઓસ્ટ્રેલિયાના નોન સ્ટ્રાઈકર બેટ્સમેન બિલ બ્રાઉનને આ રીતે આઉટ કર્યો હતો. આ સમયથી તેને માંકડ સ્ટાઇલથી રન આઉટ કહેવાય છે. જોકે આ રન આઉટનેને ક્રિકેટની ખેલદિલી વિરુદ્ધનું કૃત્ય મનાય છે.

READ  Women’s T20 World Cup:16 વર્ષની શેફાલી વર્માએ ક્રિકેટ દિગ્ગજોના જીત્યા દિલ, સચિન- સેહવાગે કરી પ્રશંસા

Ahmedabad : Red stickers of home quarantine replaced with green stickers after completion of 14 days

FB Comments