છેલ્લાં એક મહિનાથી અનાથ CBI ઓફિસરોને મળી ગયા નવા બોસ, કોંગ્રેસ સરકારમાં DGP રહેલાં ઋષિકુમાર શુકલા છે નવા બોસ !

CBIમાં ઘણાં દિવસથી ચાલી રહેલાં વિવાદનો અંત આવી ગયો છે. સરકારે નવા CBIના વડાની નિમણૂક કરી દીધી છે. આ બાબતે સુપ્રિમકોર્ટે પણ જલદીથી નિમણૂક કરવા સરકારને ટકોર કરી હતી.

CBIના નવા વડા તરીકે ઘણાબધા વિવાદો પછી અને સરકારે 1983ની બેચના આઈપીએસ ઓફિસર ઋષિ કુમાર શુક્લાના નામ પર મહોર મારી છે. આ પદ મળ્યા બાદ તે હવે 2 વર્ષ સુધી પોતાના કાર્યકાળ પર રહી શકશે. સીબીઆઈના ડાયરેક્ટરના નામને લઈને થયેલી અમુક બેઠકો તારણ વિના રહી હતી. આ નિયુક્તિની પેનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતે સામેલ હતાં. શનિવારે શુક્લાના નામ પર સમિતિમાં સહમતિ સધાઈ હતી.

 

READ  વિમાનમાં મૃતદેહને રાખવામાં આવે છે જીવંત લોકોની સાથે! જાણો આવી જ ચોંકાવનારી હકીકતો! જુઓ VIDEO

ઋષિકુમાર શુક્લા ગ્વાલિયરના રહેવાસી છે અને તે 1983ની બેચના આઈપીએસ અધિકારી છે. તેમની પોતાની પહેલી ફરજ રાયપુરમાં નિભાવી છે અને 2012થી 2016ના સમયગાળામાં તે ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં પણ કામ કરી ચૂક્યાં છે. રાજ્યમાં કોંગ્રેસ સરકાર આવી ત્યારે તેમને મધ્યપ્રદેશ પોલીસ હાઉસીંગ બોર્ડના ચેરમેન પણ બનાવ્યા હતા. 2016થી 2019માં તેમણે મધ્યપ્રદેશના ડીજીપી તરીકે પણ સેવા આપી છે.

READ  ઑગસ્ટા વેસ્ટલૅંડ ડીલમાં સીબીઆઈનો ધડાકો : ભારતીયોને લાંચ આપવા માટે અપાયા હતાં 432 કરોડ રૂપિયા, પુરાવા મળવાનો સીબીઆઈનો દાવો

[yop_poll id=”996″]

 

FB Comments