બિહારમાં 152 બાળકના મોતને લઈને ન્યાય માગણી કરનારા 39 લોકો પર પોલીસ FIR દાખલ

એક્યુટ ઈન્સેફ્લાઈટિસ સિન્ડ્રોમના લીધે બિહારમાં બાળકોના સતત મોત નીપજી રહ્યાં છે. હોસ્પિટલમાં પૂરતી સારવાર બાળકોને મળી નથી રહી. કેટલાય દિવસથી તંત્ર મથામણ કરી રહ્યું છે છતાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે.  હાલ 152 બાળકોના મોત નિપજ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બિહારમાં જિલ્લાના તંત્રે એક એવું પગલું લીધું છે જેના લીધે જે લોકો ન્યાયની માગણી કરી રહ્યાં છે તેમને જ કાનૂની જાળમાં ફંસાઈ જવું પડ્યું છે. જિલ્લા પ્રશાસને 39 એવા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે જે લોકો હોસ્પિટલમાં સુવિધા, બાળકોના મૃત્યુ માટે ન્ચાયની માગ સાથે પ્રદર્શન કરી રહ્યાં હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મહારાષ્ટ્રમાં થયેલા ફેરબદલ પછી જનતા જાણવા માગે છે આ 5 પ્રશ્નના જવાબ

 

બિહારમાં પાણીની સમસ્યા અને બાળકોના મોતને લઈને વૈશાલી જિલ્લાના લોકો રસ્તાઓ પર પ્રદર્શન કરવા ઉતરી આવ્યા હતા. તેમણે સરકાર સામે માગણી કરી કે આ બાબતે કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે. તેમણી માગણી તો માનવામાં ન આવી ઉપરથી તેમની પર જ પોલીસ એફઆઈઆર દાખલ કરી દેવાઈ. આમ બિહારમાં લોકોનો રોષ ફાટી રહ્યો છે અને નેતાઓ પણ આવીને મનફાવે તેવા નિવેદનો કરી રહ્યાં છે.

READ  હરિયાણાના મુખ્યમંત્રી પાસે પણ નથી ભારતીય નાગરિક હોવાનો પૂરાવો : RTI

 

Oops, something went wrong.
FB Comments