બ્રિટનનું જહાજ કબજામાં લઇ ઈરાને ફરકાવ્યો પોતાના ધ્વજ, 18 ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ હતા સવાર

શુક્રવારના રોજ ઈરાને બ્રિટનમાં રજિસ્ટર્ડ અને સાઉદી અરેબિયા જઈ રહેલ સ્ટીના એમ્પેરો જહાજને જપ્ત કર્યુ હતું. ઇરાનના એક અધિકારીએ કહ્યું હતું કે જહાજ પર સવાર 23 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને તેમનું આરોગ્ય પણ સારું છે. 23 ક્રૂ મેમ્બર્સમાંથી 18 ભારતીય છે. જાહેર થયેલા રેડિયો મેસેજમાં સંભળાય છે કે હાઈજેક દરમિયાન એક ઈરાની બોટ સ્ટીના એમ્પેરોને રોકવા માટે કહી રહ્યા હતા. સ્ટીનાને ચેતવણી આપવામાં આવી કે ‘જો તમે વાત માનશો તો સુરક્ષિત રહેશો.’

READ  દુનિયામાં 21 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત, અત્યાર સુધી 1.45 લાખ લોકોના મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈરાનના ખાસ સુરક્ષા બળના લોકોએ હેલિકોપ્ટર દ્વારા બ્રિટીશ શિપ પર પહોંચ્યા અને ત્યારબાદ શિપને આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી ઇરાની જળક્ષેત્રમાં લઇ જવાયા હતા. ખાસ વાત એ છે કે હાઇજેકના સમયે બ્રિટનનું યુદ્ધ જહાજ મોન્ટ્રોઝ ફક્ત એક કલાક જ દૂર હતું. બ્રિટને યુનાઈટેડ નેશન્સમાં ઇરાનની ફરિયાદ કરતી કાર્યવાહીને ખોટી ગણાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બે છોકરીઓએ મોદીને લઈને બનાવ્યું એવું PARODY ગીત કે ભાજપ સમર્થક આવી ગયા ગેલમાં, વાયરલ વીડિયો 

આ પણ વાંચો: પાક વીમાને લઇને સરકારે કરી મહત્વની જાહેરાત

આ પહેલા 4 જુલાઈએ બ્રિટને ઈરાનના એક જહાજને ગિબરાલ્ટરમાં સીઝ કરવામાં આવ્યું હતું. તે સમયે બ્રિટનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ યુરોપિયન યુનિયનના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરતું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બાંગ્લાદેશ :બંદુકધારી પ્લેન હાઈજેક કરવામાં થયો નિષ્ફળ, ઈમરજન્સી લેન્ડિંગ પછી બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments