ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર એક ડઝનથી વધારે બેલિસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકા વચ્ચે ઈરાકમાં અમેરિકા સેનાના ઠેકાણા પર હુમલો કરાયો છે. ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણે બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. માહિતી પ્રમાણે આશરે 1 ડઝનથી વધુ બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી છે. પેંટાગનનું કહેવું છે કે, નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. ઈરાકમાં અલ અસદ અને ઈરબિલના બે ઠાકાણા પર આ હુમલો કરાયો છે.

 આ પણ વાંચોઃ સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને મહત્વપુર્ણ સમાચાર, નિત્યસ્વરૂપ સ્વામી ફરી જોડાશે વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં

અમેરિકા અને ઈરાન વચ્ચે શુક્રવારના દિવસે તનાતની વધી ગઈ હતી. જ્યારે અમેરિકાએ બગદાદમાં ડ્રોનના હુમલાથી ઈરાનના કુદુસમાં કમાન્ડર કાસિમ સુલેમાનને ઠાર માર્યો હતો. જે બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે મામલો બગડ્યો હતો. ઈરાને બદલો લેવાની પણ ધમકી આપી હતી. તો અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, આ એક્શનનું ખરાબ પરિણામ આવશે.

READ  પાકિસ્તાનના નાગરીકોને અમેરીકાની ફટકાર, 5 વર્ષની જગ્યાએ ખાલી 3 મહિનાના મળશે વિઝા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments