અમેરિકા સાથેની લડાઈ ખત્મ નથી થઈ ત્યાં તો ઈરાનમાં શરૂ થઈ ગયો નવો સંઘર્ષ!

iran-protests-against-supreme-leader-ali-khamenei

ઈરાને સ્વીકારી લીધું છે કે તેઓની ભૂલથી યુક્રેનનું વિમાન તોડી પાડ્યું. ઈરાનના આ સ્વીકાર બાદ તેના જ દેશમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. લોકો ઈરાન સરકારની પર હત્યાનો આરોપ લગાવી રહ્યાં છે. આટલું જ નહીં પણ ઈરાનના ઈસ્લામિક શાસનને ઉખાડી ફેંકવા માટેનું એક આંદોલન ઈરાનમાં ઉભું થઈ રહ્યું છે. ઈરાનમાં ખમનેઈની વિરુદ્ઘમાં ‘તાનાશાહી કો ફાંસી દો’ જેવા નારા લાગી રહ્યાં છે. ઈરાનમાં આ નારાઓ સાથે કોલેજના વિદ્યાર્થીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  2 દિવસમાં બદલાઈ ગયા ઈન્કમ ટેક્સ અને વીમા પોલિસીથી જોડાયેલા આ 2 નિયમ, લોકો પર થશે આ મોટી અસર

iran-protests-against-supreme-leader-ali-khamenei

આ પણ વાંચો   VIDEO: જૂનાગઢના વિજાપુરથી દારૂનો જથ્થો લઈ જતું ટેન્કર ઝડપાયું, 21 લાખના દારૂ સહિત 31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઈરાનની ઈસ્લામિક સરકારને પ્રદર્શનકારીઓએ ગણાવી ગેરકાનૂની

પ્રદર્શનકારીઓ ખમનેઈના નેતૃત્વને તાનાશાહી અને ગેરકાયદેસર જણાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદી લીધા છે અને તેના લીધે કંપનીઓ ડૂબી રહી છે. લોકોને રોજગારી નથી મળી રહી અને પ્રતિબંધોના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાના વલણથી ઈરાનને કોઈ મદદ કરવા માટે તૈયાર નથી. આમ ઈરાનની સ્થિતિ પડયા પર પાટુ જેવી થઈ ગયી છે.

READ  મોદી સરકારના બીજી કાર્યકાળમાં પ્રધાન ન બન્યા બાદ સુષમા સ્વરાજ આંધ્ર પ્રદેશનના રાજ્યપાલ બનશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

iran-protests-against-supreme-leader-ali-khamenei

ઈરાની પ્રજાના આંદોલનને નિયંત્રિત કરવા માટે સુરક્ષાબળોને બળપ્રયોગ પણ કરવાની ફરજ પડી રહી છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન અલીએ ટ્વીટર પર યુક્રેનનું વિમાન ભૂલથી તોડી પાડવા અંગે માફી માગી છે. આ વિમાનમાં 176 લોકોના મોત ઘટનાસ્થળે જ નીપજ્યા હતા. ઈરાને દુશ્મની વિમાન સમજીને પોતાની સરહદમાં આવેલા યુક્રેનના વિમાને તોડી પાડ્યું હતું. જેમાં ઈરાની નાગરિકો તો હતા જ પણ સાથે કેનેડાના નાગરિકોના મોત થયા છે. આમ ઈરાનની પ્રજા આ અંગે ગુસ્સે ભરાયી છે અને ખમનેઈને સત્તા પરથી હટાવવા માગણી કરી રહી છે.

READ  ચેતી જજો! ગેરકાયદેસર રીતે અમેરિકા જનારા 150 લોકોને પરત ભારત મોકલવામાં આવ્યા

 

 

Oops, something went wrong.
FB Comments