સુધરી જાઓ ઇમરાન ખાન : ભારત બાદ હવે એક એવા દેશે પાકિસ્તાનમાં ઘુસીને AIR STRIKE કરવાની ચેતવણી આપી કે જે ડોનાલ્ડ ટ્રમ્પને પણ નથી ગણકારતું

પાકિસ્તાનને આતંકવાદીઓને આશ્રય આપવાનું ભારે પડી રહ્યું છે અને વિશ્વના એક-એક કરીને અનેક દેશો તેની સામે રોષે ભરાયેલા છે.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની (ફાઇલ તસવીર)
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની (ફાઇલ તસવીર)

 

ભારતે તો પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના પીઓકેમાં ઘુસીને ઍર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓ તથા તેમના અડ્ડાનો ખાત્મો બોલાવી દીધો.

હવે પાકિસ્તાનને આવી જ અને નવી ચેતવણી મળી છે તેના વધુ એક પાડોશી દેશ ઈરાન પાસેથી. ઈરાને પણ પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓ વિરુદ્ધ ભીષણ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે જો પાકિસ્તાને પોતાને ત્યાં ઉછરતા આતંકીઓ વિરુદ્ધ કારગત કાર્યવાહી ન કરી, તો ઈરાન પાકિસ્તાનમાં ઘુસીને તે આતંકવાદીઓનો ખાત્મો કરી નાખશે.

READ  પિતાએ કન્યાદાનની પાડી દીધી 'ના', કહ્યું, "દીકરી છે, કોઈ પ્રોપર્ટી નહીં કે દાનમાં આપું" સોશિયલ મીડિયામાં વાયરલ થયા આ લગ્ન

ઈરાનની આઈઆરજીસી કુર્દ્સ ફોર્સના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીએ પાકિસ્તાન સરકાર અને તેના સૈન્ય પ્રતિષ્ઠાઓને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું, ‘મારી પાસે પાકિસ્તાન સરકાર માટે આ સવાલ છે કે તે ક્યાં જઈ રહી છે ? તેણે પોતાના પોડાશી દેશોની સરહદો પર અશાંતિ પેદા કરી છે. કોઈ પાડોશી નથી બચ્યું કે જેના માટે પાકિસ્તાન અસુરક્ષાને પ્રોત્સાહન આપવા નથી માંગતું. શું પરમાણુ બમ ધરાવતું પાકિસ્તાન પોતાના વિસ્તારમાં કેટલાક સો સભ્યો ધરાવતા આતંકી જૂથોને તબાહ નથી કરી શકતું ? પાકિસ્તાન ઈરાનના ઇરાદાઓની કસોટી ન કરે.’

READ  મોબાઈલમાં દરરોજ વધારે ડેટાની જરુર પડે છે? કંપનીઓ આપી રહી છે આ પ્લાન્સ

તો ઈરાની સંસદના વિદેશ નીતિ પંચના પ્રમુખ હશમતુલ્લાહ ફલાહપિશેહે કહ્યું, ‘તહેરાન પાકિસ્તાન સાથે જોડાયેલી પોતાની સરહદ પર દિવાલ બનાવવા માંગે છે. પાકિસ્તાન જો પોતાની જમીન પર આતંકી જૂથો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી નહીં કરે, તો ઈરાન પાકિસ્તાનમાં આતંકી જૂથો વિરુદ્ધ કાર્યવાહી કરશે.’

Oops, something went wrong.
FB Comments