ઈરાન અને અમેરિકાનું યુદ્ધ થાય તો ભારતની માથે છે આ 5 મોટા ખતરા, વાંચો વિગત

iran-us-tensions-effect-on-india-trade-oil-and-forex

ઈરાને અમેરિકાના એરબેઝ પર પ્રહાર કર્યો છે તો ડોનાલ્ડ ટ્રંપે કાલે સવારે જવાબ આપવાની વાત કરી. આમ ઈરાન અને અમેરિકા કાસિમ સુલેમાનીમા મોતની ઘટના બાદ સામસામે આવી ગયા છે. એકબીજાના દેશમાં સૈન્યઠેકાણાઓ પર મિસાઈલથી હુમલો કરવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

35-people-killed-48-injured-in-iran-as-stampede-at-funeral-procession-of-qasem-soleimani

આ પણ વાંચો :  VIDEO: સુરતના કતારગામ વિસ્તારમાં ફ્લેટ કરાયા સીલ, બિલ્ડરે પૈસા ન ચુકવતા ફ્લેટધારકો બેઘર થયા

જો ઈરાન અને અમેરિકાનું યુદ્ધ થાય તો તેમાં ભારતને ક્યા ક્યા મુદે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. નીચેના 5 મુદાઓ પર ભારતને નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

1. NRIની સુરક્ષા
ઈરાન અને અમેરિકાના યુદ્ધની આશંકા વચ્ચે ઈરાનમાં ભારતના લોકો અંગે ચિંતા ઉભી થઈ શકે છે. આ ઈરાન અને અમેરિકાની વાત નથી આ બાજુ ઈઝરાયલ પણ ધમકી આપી રહ્યું છે. આ સિવાય સઉદી અરબ પણ આ યુદ્ધની આગમાં ઝંપલાવી શકે છે જો તેની પર હુમલો થાય તો. આમ આ દેશમાં ભારતના લાખો મજૂરો, એન્જીનિયરો કામ કરે છે અને તેના લીધે તેની સુરક્ષાને લઈને સવાલ ઉઠી શકે છે.

READ  લોકડાઉનમાં લોકસેવા: સામાજિક સંસ્થાઓએ ગરીબો માટે શાક-પુરીના 5 હજાક પેકેટ કર્યા તૈયાર

2. આંતરરાષ્ટ્રીય સંબંધો થઈ શકે છે ખરાબ
ભારતના સંબંધો અમેરિકા સાથે સારા છે તો ઈરાનની સાથે પણ સારા છે. ભારતને કૂલભુષણ મામલે ઈરાને મદદ કરી હતી અને તેમાં કાસિમ સુલેમાનીનો હાથ હતો. ઈરાનમાં ભારત ચાબહાર પોર્ટ પણ વિકસાવી રહ્યું છે. જેને લઈને પણ ચિંતાઓ ઉભી થઈ શકે છે. અમેરિકા અને ભારતના સંબંધો સારા છે અને આમ જો યુદ્ધ થાય તો ભારત કોઈનો પણ પક્ષ લઈ શકે નહીં. જેના લીધે ભારતના સંબંધો આંતરરાષ્ટ્રીય સ્તરે ખરાબ થઈ શકે છે.

READ  કાસિમ સુલેમાનીની અંતિમયાત્રામાં નાસભાગ મચી, 35 લોકોના મોત, 48 લોકો ઘાયલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3. કાચા તેલના ભાવમાં થઈ શકે છે વધારો
ભારત કાચા તેલની આયાત કરે છે. ઈરાનમાંથી ભારત અંદાજે 80 ટકા સુધી કાચા તેલની આયાત કરતું હતું પણ અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લગાવ્યો બાદ આ આયાતમાં ઘટાડો થયો છે. ભારતમાંથી ઈરાનમાં મસાલા, ચા, કોફી, અનાજ અને ઓર્ગેનિક કેમિકલ મોકલવામાં આવે છે. આમ ભારત પણ ઈરાનની સાથે અરબો રૂપિયાનો વેપાર કરે છે. જો ઈરાન અને અમેરિકા બાખડે તો કાચા તેલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધી શકે છે અને તેના લીધે પેટ્રોલ ડિઝલના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે.

iran-declares-all-us-security-forces-as-terrorists-for-soleimani-assassination-

4. સોનાના ભાવમાં વધારો
અમેરિકા અને ઈરાનનો તણાવ વધે છે તેમ સોનાના ભાવ પણ વધે છે. બુધવારના રોજ સોનાના ભાવમાં એટલો વઘારો થયો કે એર રેકોર્ડ સ્થાપિત થઈ ગયો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું છેલ્લાં સાત વર્ષમાં સૌથી ઉચ્ચ સપાટીએ બન્યું છે.

READ  ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર એક ડઝનથી વધારે બેલિસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

5. ટ્રેડ પર મોટી અસર
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પાકિસ્તાન પડે છે. જેના લીધે ભારતે સુરક્ષિત રીતે ત્યાં પહોંચી શકાય તે માટે કરોડાના ખર્ચે ચાબહાર પોર્ટ ઈરાનમાં વિકસાવ્યું છે. આ સિવાય ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે પાક્કો રસ્તો ભારતે નિર્માણ કરાવ્યો છે. ચાબહાર પોર્ટ ભારતના જહાજોને સુરક્ષિત અફઘાનિસ્તાનના પહોંચાડી દે છે. જો અમેરિકા ઈરાન બાખડે તો આ વેપારનો રસ્તો બંધ થઈ શકે છે અને ભારતને અરબો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

 

Oops, something went wrong.
FB Comments