60 દિવસ સુધી બેરોજગારીના વિરોધમાં પ્રદર્શન, 400 લોકોના મોત બાદ PMનું રાજીનામું

iraq-prime-minister-resignation-adel-abdel-mahdi

ઈરાકમાં 60 દિવસથી ચાલતા લોહિયાળ સંઘર્ષનો અંતે અંત આવી ગયો છે. લોકો બેરોજગારી અને ભ્રષ્ટાચારને લઈને લોકો રસ્તા પર ઉતરી ગયા હતા અને સતત ભારે પ્રદર્શન કરી રહ્યાં હતા. બેરોજગારીનો દર ઈરાકમાં વધી ગયો હતો અને તેને લઈને વિરોધમાં લોકો પીએમના રાજીનામાની માગણી કરી રહ્યાં હતા. સતત એક મહિનાથી ઈરાકમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને સેના-પ્રદર્શનકારી વચ્ચે હિંસક ઝડપ થઈ રહી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

iraq-prime-minister-resignation-adel-abdel-mahdi

આ પણ વાંચો :   RTIમાં ખૂલાસો: લોકપાલ કાર્યાલય માટે ચૂકવાય છે દર મહિને 50 લાખ રુપિયા ભાડુ

પ્રદર્શનકારીઓ હટ્યા ન હતા અને તેના લીધે ઈરાકના વડાપ્રધાને રાજીનામું આપવાની ફરજ પડી છે. વડાપ્રધાન અબ્દુલ મહદીએ રાજીનામુ શનિવારના રોજ આપી દીધું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઈરાકના અમેરિકી એરબેઝ પર ફરી 4 રોકેટથી હુમલો, 4 લોકો ઘાયલ

 

60 દિવસમાં 400 લોકોના જીવ ગયા છે અને તે બાદ વડાપ્રધાને ઝુકવું પડ્યું. આ પ્રદર્શનમાં 15000થી વધારે લોકો ઘાયલ થયા છે અને બગદાદ આ વિરોધનું કેન્દ્ર રહ્યું છે. ઈરાકમાં લોકો ફરીથી ચૂંટણીની માગણી કરી રહ્યાં છે. એક અહેવાલ પ્રમાણે ઈરાક વિશ્વનો 12માં નંબરનો સૌથી મોટો ભ્રષ્ટ્રાચારી દેશ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  લોકસભાની ચૂંટણી પહેલા ટ્વિટર વૉર, ભાજપના 'ચોકીદાર'ની સામે હાર્દિક પટેલનું 'બેરોજગાર' કેમ્પેઇન

 

 

Top 9 National News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments