અમદાવાદીઓ માટે ખૂશખબર: અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક તેજસ એક્સપ્રેસ દોડશે

lockdown-migrant-workers-students-special-train-permission-home-ministry-modi-government

અમદાવાદીઓને વધુ એક ટ્રેનની ભેટ મળવાની છે. અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક એક્સપ્રેસ ટ્રેન દોડશે. 17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે અતિ ઝડપી તેજસ ટ્રેન દોડશે. જેના માટે IRCTCએ આપેલી દરખાસ્તને રેલવેએ મંજૂરી આપી દીધી છે. મુંબઇ અને અમદાવાદની વચ્ચે આ ટ્રેન માત્ર બે સ્ટેશનો પર રોકાશે. વડોદરા અને સુરત સ્ટેશન પર તે હોલ્ડ કરશે.

સમયની વાત કરીએ તો, આ ટ્રેન સવારે 6 કલાકને 10 મિનિટ પર ઉપડશે. અને બપોરે 1 કલાકને 10 મિનિટ પર મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન પર પહોંચશે. તો આ જ ટ્રેન બપોરે 3 કલાકને 40 મિનિટ પર મુંબઇ સેન્ટ્રલથી રવાના થશે. અને રાત્રે 9.55 કલાકે પરત અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર પરત ફરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  166 વર્ષમાં ભારતીય રેલવેએ પહેલીવાર રચ્યો આ ઈતિહાસ, જાણો 2019માં શું નવું થયું?

આ પણ વાંચોઃ ઝારખંડમાં JMM અને કોંગ્રેસની ગઠબંધન જીતઃ કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને લાલુ અને સોનિયા ગાંધીનો માન્યો આભાર

હવે ટ્રેનની ખાસિયતની વાત કરીએ તો, આ ભલે ટ્રેન હોય પણ સુવિધા તો ફ્લાઇટ જેવી જ મળશે. ટ્રેનમાં વાઇફાઇ હશે, અને સુરક્ષાને ધ્યાનમાં રાખી સીસીટીવી પણ લગાવવામાં આવશે. ઉપરાંત ટ્રેનના દરેક કોચમાં એસી હતી. તો દરવાજા પણ ઓટોમેટીક હશે. એનો મતલબ એ કે, જ્યાં સુધી ટ્રેન ચાલક દરવાજો નહીં ખોલે ત્યાં સુધી તે દરવાજો ખુલશે નહીં. તો બેસવા માટેની સીટ પણ એકદમ આરામ દાયક હશે. અને લોકોને મનોરંજન મળી રહે તે માટે સીટની પાછળ LED સ્ક્રીન લગાવવામાં આવશે. આ LED સ્ક્રીન મોબાઇલ સાથે પણ કનેક્ટ થઇ શકશે.

READ  IRCTCએ નિયમમાં કર્યો ફેરફાર હવે તમે પરિવારના સભ્યના નામે પણ ટિકીટ ટ્રાન્સફર કરી શકશો, કરવું પડશે માત્ર આ કામ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments