IRCTC વેબસાઈટ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર!

IRCTCએ તેની વેબસાઇટ પર રેલવે મુસાફરોને ટિકિટ રદ કરવામાં સહાય માટે સુવિધા આપી છે. ભારતીય રેલ્વેના ટિકિટ બુકિંગ કાઉન્ટરો દ્વારા ટિકિટ બુક કરનારાઓ માટે IRCTCએ તેની વેબસાઇટ www.irctc.co.in પર કાઉન્ટર ટિકિટ રદ્દ કરવાની પણ સુવિધા આપી છે. આ સુવિધાથી મુસાફરો હવે ભારતીય રેલ્વેની રેલવે ટિકિટને સત્તાવાર રેલ્વે ટિકિટ કાઉન્ટરો, આરક્ષણ કચેરીઓ અને અન્ય બુકિંગ કેન્દ્રોથી બુક કરાવેલી ટિકિટ IRCTC દ્વારા રદ કરી શકેશે. રેલ્વે કાઉન્ટરો દ્વારા બુક કરાવેલ ભારતીય રેલ્વેની ટિકિટ રદ કરવા માટે વ્યક્તિ પાસે કાઉન્ટર પર ટિકિટ બુક કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે જ હોવો જોઈએ.

READ  ટ્રેનના AC ડબ્બાઓમાં થાય છે આવી હરકતો!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કાઉન્ટર ટિકિટ રદ કરવાની પ્રક્રિયા…
1: સૌ પ્રથમ આઇઆરસીટીસી www.irctc.co.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
2: હવે તમારા કર્સરને ટ્રેન વિકલ્પ પર લઈ જાઓ ત્યાં હોમપેજની ટોચ પર આ વિકલ્પ જોવા મળશે.
3: હવે ડ્રોપ ડાઉન મેનુમાં રદ ટિકિટ પર કર્સરને ખસેડો.
4: હવે કાઉન્ટર ટિકિટ પર ક્લિક કરો.
5: હવે PNR નંબર પર ક્લિક કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat Government makes couple of changes in CMO as it transfers 23 IAS officers - Tv9

6: હવે Captcha દાખલ કરો અને ચેક બોક્સની પુષ્ટિ કરો કે નિયમો અને કાર્યવાહી વાંચી છે.
7: હવે સબમિટ બટન પર ક્લિક કરો.
8: હવે વન ટાઇમ પાસવર્ડ (OTP) દાખલ કરો જે તમારા મોબાઇલ પર મોકલવામાં આવ્યો છે અને સબમિટ પર ક્લિક કરો.
9: OTP માન્યતા પછી તમારી PNR વિગતો ચકાસો.
10: સંપૂર્ણ ટિકિટ કેન્સલ માટે ટિકિટ કેન્સલ પર ક્લિક કરો.

READ  રેલવે ખાનગી કંપનીઓને ટ્રેનની જવાબદારી આપવાની તૈયારીઓમાં, મુસાફરોને કરવામાં આવશે આ અપીલ

હવે તમે સ્ક્રીન પર રિફંડની રકમ જોશો અને વપરાશકર્તાને એક SMS મળશે, જેમાં PNR અને રિફંડ વિશેની માહિતી આપવામાં આવશે. આ રીતે તમે ભારતીય રેલ્વેની કાઉન્ટર ટિકિટને રદ કરી શકો છો અને તમારે બુકિંગ કાઉન્ટર પર જવું પડશે નહીં.

આ પણ વાંચો: પાકિસ્તાનના ખાસ કમાન્ડો ભારત પર કરી રહ્યા છે હુમલાની તૈયારી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments