ભારતીય રેલવેએ તત્કાલ ટિકીટના બુકિંગ સમયમાં કર્યો બદલાવ, હવે લાગુ પડશે આ નવા નિયમો

ભારતીય રેલવે(IRCTC) તત્કાલ ટિકીટ બુકિંગ માટે ઓનલાઈન સુવિધા આપે છે. કોઈ પણ IRCTCની વેબસાઈટ www.irctc.co.in અને ભારતીય રેલવે કાઉન્ટરોની મદદથી ઓનલાઈન સુવિધાની સાથે તત્કાલ ટિકીટ બુક કરી શકે છે.

રંગોના તહેવાર હોળીના પ્રસંગ પર આવનારા દિવસોમાં તત્કાલ  ટિકીટોની જગ્યા બહુ ઓછી હોય છે. બહાર ગામ રહેતા બધા જ લોકો તહેવારમાં મુસાફરી કરવાની ઈચ્છામાં હશે. જ્યારે ઘણા લોકો હોળી પર બાહર ફરવાનો પ્લાન પણ બનાવે છે. IRCTC મુજબ ટ્રેન ઉપડવાથી લઈને મુસાફરીના દિવસને છોડીને તત્કાલ ટિકીટ બુકિંગની એડવાન્સ રિર્ઝવેશન સમય (ARP) 2 દિવસથી ઘટાડીને 1 દિવસ કરવામાં આવ્યો છે. હવે ટ્રેન ઉપડવાની તારીખના 1 દિવસ પહેલા તત્કાલ  ટ્રેન ટિકીટ બુક કરી શકાય છે. AC કલાસ(2A,3A,CC,3E) માટે તત્કાલ  ટિકીટ વિન્ડો સવારે 10 વાગ્યે ખુલે છે. જ્યારે ACકલાસ (SL,FC,2S) માટે તત્કાલ  વિન્ડો સવારે 11 વાગ્યે ખુલે છે.

IRCTC તત્કાલ  ટિકીટ બુકિંગના નિયમો

1.IRCTC તત્કાલ  ટિકીટોને 1 PNRથી વધારેમાં વધારે 4 મુસાફરો માટે બુક કરી શકાય છે.

READ  વડોદરામાં Swiggyનો ડિલીવરી બોય 6 બિયરના ટીન સાથે ઝડપાયો, જુઓ VIDEO

2. ભારતીય રેલવે મહિલા અને સામાન્ય કોટાની સાથે તત્કાલ  કોટા અને ટ્રેન ટિકીટની પરવાનગી નથી આપતું. સાથે જ પ્રથમ એ.સી અને એક્ઝિક્યુટિવ કલાસ માટે આ ટિકિટ બુક નથી કરી શકાતી.

3.IRCTCના ચાર્જને લઈને ચાર્ટ ઉપર જોઈ શકો છો.

4. ભારતીય રેલવેએ તત્કાલ  ટિકિટ હેઠળ સ્લીપર કલાસ માટે ટ્રેન ટિકિટ બુક કરવા માટે ઓછામાં ઓછા 100 રૂપિયા અને વધારેમાં વધારે 200 રૂપિયા ચાર્જ નક્કી કર્યો છે. AC ચેર કાર ટિકિટ માટે ભારતીય રેલવે દ્વારા લેવામાં આવતો ચાર્જ 125-225 રૂપિયા છે.

READ  NASAએ કહ્યું- મિશન શક્તિથી અંતરીક્ષમાં ફેલાયો કચરો, ISS માટે જોખમ વધ્યુ

5. કન્ફર્મ તત્કાલ ટ્રેનની ટિકિટ કેન્સલ કરવા પર કોઈ રિફંડ નહી આપવામાં આવે. IRCTC મુજબ અચાનક ટિકિટ કેન્સલ કરવા પર ચાર્જ ભારતીય રેલવેના નિયમો પ્રમાણે વસુલવામાં આવશે.

Top 9 Business News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments