હવે IRCTC માત્ર ટ્રેનની જ નહીં, પરંતુ કરાવશે દુનિયાના સુંદર દેશોની હવાઈ મુસાફરી પણ, જાણો IRCTCના Jordan, Egypt અને Israelના પેકેજની કિંમત

જો તમે વિદેશ યાત્રાની યોજના બનાવી રહ્યાં છો તો IRCTC લાવશે તમારી મદદ. કોણે કીધું કે IRCTC માત્ર ટ્રેનની જ સફર કરાવી શકે? હવે IRCTC તમને હવાઈયાત્રા પણ કરાવશે. એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે IRCTC. આ ટૂર પેકેજ દ્વારા તમે 3 સુંદર શહેરોની મુલાકાત લઈ શકશો અને કુલ ઐતિહાસિક 9 વિદેશી શહેરોની. આ ટૂર પેકેજ IRCTCની મુંબઈ ઝોનલ ઓફિસ તરફથી ઑફર કરવામાં આવ્યું છે. 

આ ટૂર પેકેજનું નામ ‘HOLY LAND TOUR’ છે જેના દ્વારા તમે જૉર્ડન, ઈઝરાઈલ, ઈજિપ્ત જેવા દેશોની મુલાકાત લઈ શકો છો. આ ટૂર દરમિયાન તમે અમ્મન, કાના, નજરેથ, તિબેરિયસ, તેલ અબીબ, બેથલેહમ, યેરૂશલમ, તાબા અને કાઈરો જેવા સ્થળો આવરી લેવાશે.

READ  દુનિયાના 1000 લોકો 1 સેકન્ડ માટે પણ સૂઈ શકતા નથી, જો સૂઈ ગયા તો...


ખાસ વાત તો એ છે કે આ ટૂર માટે હજી 2 મહિના જેટલો સમય બાકી છે. એટલે તમે યોગ્ય પ્લાનિંગ સાથે આ ટૂર બૂક કરાવી શકો છો. આ ટૂર માર્ચના મધ્ય ભાગથી શરૂ થશે.

આ ટૂરમાં માત્ર 34 સીટ્સ છે. દુનિયાના 3 સુંદર દેશોની સફર કરાવતી આ ટૂર 15 માર્ચ, 2019ના રોજ શરૂ થશે અને 23 માર્ચના રોજ પૂર્ણ થશે. 15 માર્ચે અલગ અલગ સમયે 2 ફ્લાઈટ્સ આ ટૂરના મુસાફરો સફરની શરૂઆત કરશે.

READ  1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 9 વસ્તુઓ, જાણી લો નહી તો થશે મોટું નુકસાન

આ ટ્રિપમાં અલગ અલગ વ્યક્તિ અને ઓક્યુપન્સી પ્રમાણે આ ભાવ છે:

જો બાળકની ઉંમર 5 વર્ષથી ઓછી છે તો IRCTCની ઓફિસમાંં બાળકનો ટિકિટ ખર્ચ કેશમાં જમા કરાવવાનો રહેશે. કુલ 8 રાત અને 9 દિવસની આ ટૂરમાં જોડાવવું હોય તો અત્યારથી જ પ્લાનિંગ શરૂ કરી દો.

[yop_poll id=678]

Rajkot firm set to make ventilators, praised by CM Vijay Rupani | Tv9GujaratiNews

FB Comments