રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે માઠા સમાચાર, હવે ટ્રેનમાં ચા, નાસ્તો અને જમવાનું થશે મોંઘુ, જુઓ રેલવનું નવું ભાવપત્રક

irctc increases price of breakfast tea and meals on trains

રેલવેએ ટ્રેનમાં ચા, નાસ્તો અને જમવાનું મોંઘુ કરી દીધુ છે. રેલવે બોર્ડના ટૂરિઝમ એન્ટ કેટરિંગ ડિપાર્ટમેન્ટના (IRCTC) ડાયરેક્ટરે સરક્યુલર જાહેર કર્યુ છે. તે મુજબ શતાબ્દી, રાજધાની, દુરંતો જેવી ટ્રેનોના મુસાફરોને મોંઘવારી સહન કરવી પડશે. આ ટ્રેનોમાં ટિકિટની સાથે જ જમવાનું, નાસ્તાના પૈસા લેવામાં આવે છે.

irctc increases price of breakfast tea and meals on trains

રાજધાની / શતાબ્દી / દુરંતો: પ્રથમ એસી કોચ રેટ કાર્ડ

ફર્સ્ટ એસીમાં જ્યાં સવારની ચા પહેલા 15 રૂપિયામાં આવતી હતી હવે તે 35 રૂપિયામાં મળશે. નાસ્તો 90 રૂપિયાની જગ્યાએ હવે 140 રૂપિયામાં મળશે અને લંચ/ડિનર 145 રૂપિયાની જગ્યાએ હવે 245 રૂપિયામાં અને સાંજની ચા હવે 75 રૂપિયાની જગ્યાએ 140 રૂપિયામાં મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવા વર્ષની શરૂઆતની સાથે નવા નિયમઃ રેલવેમાં લાંબી મુસાફરી થશે મોંઘી સહિત જાણો સરકારની નવી યોજના

રાજધાની / શતાબ્દી / દુરંતો: સેકન્ડ એસી / થર્ડ એસી / ચેયરકારના કેટરિંગ ચાર્જ

સવારની ચા 10 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયામાં, નાસ્તો 75 રૂપિયાના બદલે 120 રૂપિયમાં, લંચ/ડિનર માટે 125 રૂપિયાના બદલે 185 રૂપિયા અને સાંજની ચા હવે 45 રૂપિયાની જગ્યાએ 90 રૂપિયમાં મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  CCTV: વડોદરામાં પાંચમાં માળેથી પટકાતા 35 વર્ષીય મહિલાનું મોત

 

 

IRCTC Catering Charges : દુરંતો સ્લીપર કોચ

દુરંતોની સ્લીપર કોચમાં મુસાફરોને 10 રૂપિયામાં મળનારી ચા હવે 15 રૂપિયામાં મળશે. નાસ્તા માટે 40ની જગ્યાએ 65 રૂપિયા ચૂક્વવા પડશે. લંચ અને ડિનર માટે 80 રૂપિયાની જગ્યાએ 120 રૂપિયા અને સાંજની ચા માટે 20ના બદલે 50 રૂપિયા આપવા પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અન્ય મેલ/એક્સપ્રેસ ટ્રેનોના ફર્સ્ટ એસી કોચમાં આ ભાવ હશે

READ  આ ફોટો શેર કરીને ભારતીય રેલવે વિભાગ ગર્વ લઈ રહ્યો છે, જાણો કેમ?

પહેલા 30 રૂપિયામાં મળનારો વેજ નાસ્તો હવે 40 રૂપિયમાં મળશે. નોનવેજ નાસ્તો 35ની જગ્યાએ 50 રૂપિયામાં આવશે. વેજ. જમવા માટે 50ની જગ્યાએ 80 રૂપિયા આપવા પડશે, જ્યારે નોનવેજ જમવા માટે 55 રૂપિયાની જગ્યાએ 90 રૂપિયા ચૂક્વવા પડશે. ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં જમવાના ભાવ 2014 પછી પ્રથમ વખત વધારવામાં આવી રહ્યા છે.

 

2 booked and 10 detained for violating lockdown rules in Ahmedabad

FB Comments