ખુશખબર! હવે તમે મુવી થિયેટરની જેમ ટ્રેનની ખાલી સીટ જોઈ શકશો અને TTE પાસે સીટ પણ માંગી શકશો

ભારતીય રેલવેએ મુસાફરો માટે એક મોટું પગલુ લીધુ છે. રેલવેએ ફાઈનલ રિઝર્વેશન ચાર્ટને ઓનલાઈન મુકવાનો નિર્ણય લીધો છે.

તેના દ્વારા તમે જાણી શકશો કે કઈ ટ્રેનમાં કેટલી સીટ ખાલી છે. તમે સરળતાથી IRCTCની વેબસાઈટ પર કોઈ પણ ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ જોઈ શકશો. રેલ્વેના આ નિર્ણય પછી તમારે TTE પાસે નહિં જવુ પડે. રેલવે ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ ઓનલાઈન બતાવવાનો શરૂ કરી દીધો છે. મુસાફરોને કોઈ પણ ટ્રેનમાં ટિકીટ બુક કરવાના સમયે સીટોનું લાઈવ સ્ટેટસ જાણી શકાશે.

ચેક કરી શકશો રિઝર્વેશન ચાર્ટ

ટ્રેનમાં ચાર્ટ તૈયાર થયા પછી રેલવે તેને IRCTCની વેબસાઈટ પર પણ અપલોડ કરશે. નવી સિસ્ટમમાં ટ્રેન છોડયાના 4 કલાક પહેલા જે ચાર્ટ બનશે તેની જાણકારી વેબસાઈટ પર હશે. બીજો ચાર્ટ ટ્રેન છોડયાના 30 મિનિટ પહેલા ઉપલબ્ધ થશે. બીજા ચાર્ટમાં પહેલા ચાર્ટ પછી કેન્સલ થયેલ ટિકીટો પછી ખાલી સીટોની જાણકારી હશે.

READ  રેલવેથી જોડાયેલી ખાનગી એપ્લિકેશનો વધારી રહી છે મુસાફરોની મુશ્કેલીઓ, આ પ્રકારે મુસાફરોનો ડેટા થાય છે ચોરી

સરળતાથી મળશે ખાલી સીટ

આ ચાર્ટમાં ખાલી સીટો જોઈને તમે TTE પાસેથી સીટ બુક કરી શકો છો. નવો ચાર્ટ મોબાઈલ અને કોમ્પ્યુટર બંનેમાં જોઈ શકશો. ખાસ વાત એ છે કે સીટની સ્થિતિ જોવા માટે તમારે IRCTCની વેબસાઈટમાં લોગીન કરવાની જરૂર નહિં પડે. તેથી બધા લોકો રિઝર્વેશન ચાર્ટની સ્થિતી જોઈ શકશે.

READ  અમદાવાદમાં શ્રમયોગી યોજનાના લોકાર્પણ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું, 'હું દેશનો નંબર-1 મજૂર છું'

Oops, something went wrong.

FB Comments