સસ્તામાં કુંભ જવું હોય તો વાંચી લો ખબર, IRCTC 1000 રૂપિયાથી ઓછા ખર્ચે કરાવશે કુંભ મેળાની યાત્રા, બુકિંગ ટૂંકમાં જ થવાની છે શરુ

જો તમારે કુંભ મેળામાં ફરવા જવાની ઈચ્છા હોય તો IRCTC તમારા માટે એક ખાસ ખુશ ખબર છે. ઇન્ડિયન રેલવે તમને માત્ર દૈનિક 945 રૂપિયામાં કુંભ મેળે લઈ જશે.

માત્ર 945 રુપિયા પ્રતિદિવસ ખર્ચો કરીને તમે કુંભ મેળામાં જઈ શકો છો. ‘કુંભ સ્પેશિયલ વિથ પુરી-ગંગાસાગર દર્શન’ ટૂરનાં અંતગર્ત આ ઓફર આપી રહી છે. આ ઓફરમાં પુરી,ગંગાસાગર, વારાણસી અને ઈલાહાબાદનો પ્રવાસ કરાવાશે. આ ટૂરનું બુકિંગ પણ આઈઆરટીસીની વેબસાઈટ પરથી કરી શકાશે.

બોર્ડિંગ સ્ટેશન ક્યાં ક્યાં હશે?

ઈંદોર,દેવાસ, ઉજ્જૈન, બૈરાગઢ, સાગર, દમોહ અને કટની

READ  5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિ 68 ટકા વધી, રાહુલ પાસે પોતાની કાર પણ નથી!

ક્યા હશે ડિ-બોર્ડીંગ સ્ટેશન?

સતના, કટની, દમોહ, સાગર,બૈરાગઢ, ઉજ્જૈન, દેવાસ અને ઈંદોર

ટૂરમાં કેટલો સમયગાળો લાગશે?

9 રાત અને 10 દિવસ

યાત્રા ક્યારથી શરુ થશે?

14 ફેબ્રુઆરીના દિવસથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આ ટૂરના પેકેજમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો પણ સમાવેશ કરવામાં આવશે. કેટેગરી મુજબ જોવા જઈએ તો વ્યક્તિદીઠ 9450 રુપિયા સ્ટાન્ડર્ડ કેટેગેરીમાં અને 11550 રુપિયા કમ્ફર્ટ કેટેગરી માટે ચૂકવવાના રહેશે. આ ટૂર ઈંદોરથી જ શરુ થશે અને ઈંદોર જ પુરી થશે. વધુમાં ધર્મશાળા કે લોંજમાં રહેવાનું બુકિંગ પણ રેલવે દ્વારા જ કરી આપવામાં આવશે.

READ  દિલ્હી સરકાર VS એલજી : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ સરકારને આંચકો, ACB કેન્દ્ર સરકારને આધીન જ રહેશે, બીજા મુદ્દાઓ પર જજો ગૂંચવાતા મામલો મોટી બેંચમાં

[yop_poll id=790]

Parts of Vadodara received rainfall | Tv9GujaratiNews

FB Comments