પૈસા આપ્યા વગર તમે બુક કરી શકો છો રેલવે ટિકીટ, જાણો IRCTCની ખાસ ઓફર

જો તમે ટ્રેનની ટિકીટ બુક કરવા ઈચ્છો છો અને તમારી પાસે પૈસા નથી તો તમે શું કરશો? આવી સ્થિતીમાં તમે ટિકીટ બુક નહી કરી શકો.

હવે એવુ કરવાની જરૂર નથી પૈસા હોય કે ન હોય પણ તમે રેલવે ટિકીટ લઈ શકો છો અને પૈસાની ચૂકવણી 14 દિવસ પછી પણ કરી શકો છો. તેમાં અર્થશાસ્ત્ર પ્રાઈવેટ લિમિટેડનો પાયલટ પ્રોજેકટ EPayLater તમારી મદદ કરશે. આ પ્રોજેકટને ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનને પ્રસ્તુત કર્યુ છે. જાણો શું છે પ્રોજેકટ અને કેવી રીતે કરી શકો છો તેનો ઉપયોગ.

 

શું છે ePayLater

આ પ્રોજેકટ હેઠળ કોઈ પણ ગ્રાહક IRCTCની વેબસાઈટથી કોઈ પણ પેમેન્ટ કર્યા વગર ઓનલાઈન ટિકીટ બુક કરી શકે છે અને તેનું પેમેન્ટ 14 દિવસ પછી કરી શકે છે. આ સેવાનો લાભ લેવાવાળા ગ્રાહકોને પેમેન્ટ કરતી વખતે 3.5% ચાર્જ આપવો પડશે. જો તમે 14 દિવસની અંદર પેમેન્ટ ચૂકવી દેશો તો તમારે વધારે વ્યાજ નહી ચૂક્વવુ પડે. તે સિવાય જો તમે સમયસર લેણદેણ કરો છો તો તમારી ક્રેડિટ લિમીટ પણ વધી શકે છે.

READ  VIDEO: જનતા કર્ફ્યુનું પાલન, ગાંધીનગરમાં લારી, ગલ્લા, દુકાનો, મોલ સજ્જડ બંધ

આ સુવિધાનો લાભ તમે તમારા IRCTCના અકાઉન્ટ પરથી લઈ શકો છો. તે વાતનું ધ્યાન રાખો કે તમારા દ્વારા લીધેલી ટિકીટની કિંમત તમારી ક્રેડિટ લિમીટની અંદર હોવી જોઈએ અને સમયસર પેમેન્ટ થવુ જોઈએ. જો તમે પેમેન્ટ સમયસર નહીં ચૂકવો તો તમારી ક્રેડિટ ઓછી થઈ જશે. ત્યારબાદ તમે આ સુવિધાનો લાભ નહી લઈ શકો.

READ  સિંહના સંરક્ષણ માટે હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને રેડિયો કોલર ખરીદવા 123 કરોડ રૂપિયાની જોગવાઈ

આ પણ વાંચો : હાર્દિક પટેલને ક્યા કારણે જાહેરસભામાં આ વ્યક્તિએ થપ્પડ મારી!

સૌથી પહેલા તમારા IRCTCના અકાઉન્ટમાં લોગિન કરો. ત્યારબાદ જે જગ્યાની ટિકીટ બુક કરવી હોય તેની વિગત ભરો અને તમારી સુવિધા અનુસાર ટ્રેનનું સિલેકશન કરો. પછી Book Now ઓપ્શન પર ક્લિક કરો. તે પછી નવુ પેજ ખુલશે. જેમાં તમારે મુસાફરની વિગત અને કેપ્ચા કોડ નાખવાનો ઓપ્શન આવશે.

તેને નાખ્યા પછી તમારી સામે નવુ પેજ ખુલશે. જેમાં તમારે પેમેન્ટની વિગત ભરવી પડશે. તેમાં તમે ક્રેડિટ, ડેબિટ, BHIM એપ, નેટ બેન્કિંગથી પેમેન્ટ કરી શકો છો. તેની સાથે તમને ePay Laterનો વિકલ્પ મળશે. તેની પર ક્લિક કરીને તમે તે સુવિધાનો લાભ લેવા માટે ePay Later પર તમારે રજીસ્ટ્રેશન કરવુ પડશે.

READ  VIDEO: અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડશે તેજસ એક્સપ્રેસ ટ્રેન, જાણો આ ટ્રેનનું ટાઇમ ટેબલ

તે માટે તમે www.epaylater.in પર જઈને રજીસ્ટ્રેશન કરી શકો છો. રજીસ્ટ્રેશન કર્યા પછી તમારી સામે બિલ પેમેન્ટનો વિકલ્પ આવશે. તેને પસંદ કર્યા પછી પેમેન્ટ કર્યા વગર ટ્રેનની ટિકીટ મળી જશે. ટિકીટ બુક કરવાના 14 દિવસ પછી જો તમે પેમેન્ટ નથી કરતા તો તમારી સાથે ટિકીટની કિંમત પર વ્યાજ લેવામાં આવશે અને તમે તે પણ સમયસર નહી ચૂકવો તો IRCTC તમારૂ અકાઉન્ટ બંધ કરી દેશે.

 

Ahmedabad : Fire brigade teams sanitized all police station across the city

FB Comments