આમાંથી કોઈ ટ્રેનમાં રિઝર્વેશન તો નથી કરાવ્યું ને? જોઈ લેજો, ડિસેમ્બર મહિનામાં થઈ રહી છે રદ્દ!

IRCTC to cancel 12 trains in December'18
IRCTC to cancel 12 trains in December'18

IRCTCની ટ્રેનો રદ્દ: 20 વર્ષમાં આ ત્રીજી વખત થશે જ્યારે ચારબાગ (લખનઉ) સ્ટેશનના પ્લેટફોર્મના વૉશેબલ એપ્રેનને બદલવામાં આવશે. જેના કારણે રેલવે પ્રશાસન ગોમતી એક્સપ્રેસ સહિત 12 ટ્રેનોને રદ્દ કરશે.

IRCTC to cancel 12 trains in December'18
IRCTC to cancel 12 trains in December’18

ઉત્તર રેલવેએ ડિસેમ્બર મહિનામાં ચારબાગ સ્ટેશનના વૉશેબલ એપ્રેનને બદલવાની યોજના બનાવી છે. 12 વર્ષમાં આવું ત્રીજી વખત થઈ રહ્યું છે. જેના કારણે 12 ટ્રેનોને રદ્દ કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: VIRAL Fact : મદ્રેસામાં ધાર્મિક ભેદભાવના શિક્ષણનું સત્ય

IRCTC: ગોમતી એક્સપ્રેસ સહિત આ 12 ટ્રેન ડિસેમ્બર મહિનામાં થશે રદ્દ, જુઓ આ ટ્રેનોનું લિસ્ટ

જનતા એક્સપ્રેસ (14265/14266)

READ  મુંબઈના અંધેરી રેલવે સ્ટેશને યુવક પર પસાર થઈ ગઈ આખી ટ્રેન, જુઓ VIDEO

એકાત્મતા એક્સપ્રેસ (14261/14262/14259/14260)

ગોમતી એક્સપ્રેસ (12419/12420)

પ્રયાગ-બરેલી પેસેન્જર (14307/14308)

ફૈઝાબાદ-કાનપુર ઈન્ટરસિટી (14221/14222)

લખનઉ સહારનપુર પેસેન્જર (54251/54252)

લખનઉ-પ્રયાગ પેસેન્જર (54254/54253)

લખનઉ-ઝાંસી પેસેન્જર (51813/51814)

વારાણસી-લખનઉ પેસેન્જર (54333/54334)

લખનઉ-શાહજહાંપુર મેમૂ (64221/64222)

પ્રયાગ બરેલી પેસેન્જર (54377/54378)

લખનઉ-બાલામઉ પેસેન્જર (54331/54332)

આ ટ્રેન ઉપરાંત, રેલવે પ્રશાસને 27 નવેમ્બરથી હાવડાથી દેહરાદૂન વચ્ચે ચાલતી દૂન એક્સપ્રેસને પણ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો.

વિવિધ માધ્યમો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર મેલ તથા એક્સપ્રેસ ટ્રેનોના સંચાલનના કારણે પ્લેટફોર્મ નંબર 1ના પાટા તથા વૉશેબલ એપ્રેન ખરાબ થયા હતા. તેવામાં પણ આવક વધારવાના ચક્કરમાં રેલવેએ પ્લેટફોર્મ નંબર એક પરથી લોડેડ ટ્રેનો પસાર થવા દીધી. જેના કારણે ટ્રેનોને રદ્દ કરવાની પરિસ્થિતિનું સર્જન થયું છે.

READ  ઈથોપિયા પ્લેન દૂર્ઘટના બાદ ભારત સહિત 14 દેશોએ બોઈંગ 737 મેકસ 8 પ્લેન પર લગાવ્યો પ્રતિબંધ

આ પણ વાંચો: ચોપરમાં આ ખાતા દેખાયા શુદ્ધ શાકાહારી શિવરાજસિંહ ચૌહાણ, શું છે વાયરલ ફોટોનું સત્ય?

રેલવે બોર્ડે ચારબાગ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના વૉશેબલ એપ્રેનનું સમારકામ કરાવવાના કારણે કુલ 24 ટ્રેનો (12 જોડી ટ્રેન)ને રદ્દ કરવાની યોજના બનાવી છે. મંજૂરી મળતાં જ ટ્રેનોને રદ્દ કરવાની સૂચના આપી દેવાશે. ડિસેમ્બર 15થી 30ની વચ્ચે આ ટ્રેનો રદ્દ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. એટલે જો તમે આ ટ્રેનોમાં રિઝર્વેશન કરાવી રાખ્યું છે તો તાત્કાલિક ધોરણે નવો વિકલ્પ શોધી લો નહીં તો તમારે મુશ્કેલીમાં મૂકાવું પડી શકે છે.

READ  ગુજરાતના જવાન જમ્મુ-કાશ્મીરમાં થયા શહીદ, જુઓ VIDEO

[yop_poll id=”64″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

EC issues clarification after viral messages says Application has no link with NRC | Tv9GujaratiNews

FB Comments