પૈસા વગર પણ બુક કરો ટ્રેનની ટિકિટ, IRCTCએ આપી આ મોટી ભેટ

irctc train tatkal ticket booking you can book tickets epay later paisa vagr pan book karo train ni ticket irctc e aapi aa moti bhet

ઘણી વખત એવું થાય છે કે તમે ટ્રેનની ટિકિટ બુક તો કરવા ઈચ્છો છો પણ પૈસા ન હોવાને લીધે તમે એવું નથી કરી શકતા પણ હવે ભારતીય રેલવેએ એક એવી સુવિધાની શરૂઆત કરી છે, જેના દ્વારા તમે પૈસા વગર પણ ટિકિટ બુક કરી શકો છો.

IRCTCની આ સુવિધાનું નામ છે. ‘બુક નાઉ’, ‘પે લેટર’ તેનો મતલબ એ થાય છે કે અત્યાર બુકિંગ અને પછી ચૂકવણી કરો. સરળ ભાષામાં સમજીએ તો તમે IRCTCની વેબસાઈટ પર તમારી રેલવે ટિકિટ બુક કરી તેની ચૂકવણી 14 દિવસની અંદર કરી શકો છો. આ સુવિધાની સૌથી સારી વાત એ છે કે તેના દ્વારા તમે નોર્મલની સાથે સાથે તત્કાલ ટિકિટ બુક કરી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ટિકિટ બુક કરી શકો છો

1. સૌથી પહેલા https://www.irctc.co.inની વેબસાઈટ પર લોગિન કરવું પડશે.

READ  લોકસભાની ચૂંટણી પહેલાં ભાઈઓ વચ્ચે જામ્યો જંગ, ભાજપના વર્તમાન સાંસદ અને તેમના સગા ભાઈ એ ટિકિટ માંગતા રાજકારણ ગરમાયું

2. ટિકિટ બુક કરવા માટે પોતાની મુસાફરી અને અન્ય જરૂરી જાણકારી આપવી પડશે.

3. આગામી સ્ટેપમાં પેમેન્ટ પેજ ખુલશે. જ્યાં તમારી સામે ‘Pay Later’નું એક ઓપ્શન આવશે.

4. આ ઓપ્શન પર ક્લિક કરવા પર તમને epaylater ઓપ્શન પર રી-ડાયરેક્ટ કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કવાટર્સની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરાતાં રેલવે કર્મચારીઓએ કર્યો વિરોધ, જુઓ VIDEO

 

 

5. ત્યાં તમારે પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા epaylater પર લોગિન કરવું પડશે.

6. ત્યારબાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મળશે.

7. આ OTPને એન્ટર કરવાની સાથે તમારૂ લોગિન સક્સેસફુલ થઈ જશે.

8. ત્યારબાદ તમારે બુકિંગ એમાઉન્ટને કન્ફર્મ કરવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

9. કન્ફર્મ કરવાનું મતલબ એ થયું કે તમારી ટિકિટ બુક થઈ ગઈ છે.

READ  વર્ષ 2020ની જાહેર રજાઓનું લિસ્ટ આ રહ્યું, જાણો ક્યાં દિવસે ક્યો તહેવાર આવી રહ્યો છે?

10. ટિકિટ બુકિંગના 14 દિવસની અંદર તમારે પૈસાની ચૂકવણી કરવી પડશે.

11. જો તમે એવું કરતાં નથી તો 3.5 ટકા વ્યાજ ચૂક્વવુ પડશે.

12. આ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે ગ્રાહકોને ઝડપી ટિકિટ બુક કરવામાં સરળતા થશે. તેની સાથે જ તમે ટિકિટ બુકિંગના સમયે પેમેન્ટ ગેટવે ફેલ થવાથી પણ બચી જશો.

 

UPDATE : In Gujarat, Total 63 tested positive for coronavirus till the date | Tv9

FB Comments