ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણને કાશ્મીર છોડીને ઘર તરફ જવા માટે આદેશ

irfan Pathan

જમ્મુ કાશ્મીરમાં વર્તમાન પરિસ્થિતિને લઈ પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ સહિતના ક્રિકેટરો અને સ્પોર્ટ સાથે જોડાયેલા સ્ટાફને કાશ્મીર છોડી દેવાની વિનંતી કરવામાં આવી છે. ઈરફાન પઠાણની સાથે કોચ મિલાપ મેવાડા અને ટ્રેનર સુદર્શન વીપી પણ આજે જ કાશ્મીર છોડી શકે છે.

જેકેસીએના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ સૈયદ આશિક હુસૈન બુખારીએ કહ્યું કેસ પઠાણ અને અન્ય કર્મચારીઓને કાશ્મીર છોડવાની સલાહ આપી છે. જેને લઈ તેઓ આજના દિવસે જ ઘાટીમાંથી વિમાન મારફતે કાશ્મીર છોડી દેશે. તો સાથે ટીમના પસંદગીકારોને પણ પોતાના સ્થાન પર ફરી જવા માટે કહેવાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમરનાથ યાત્રિકોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સના સી-17 એરક્રાફ્ટની મદદ લેવાઈ

આ પણ વાંચોઃ કાશ્મીરમાં કંઈક થવાનું છે? ગૃહ પ્રધાન અમિત શાહ અને NSA અજીત ડોભાલ વચ્ચે હાઈલેવલ મિટિંગ

17 ઓગસ્ટથી કાશ્મીરમાં દિલીપસિંહ રણજીત ટ્રોફી ટુર્નામેન્ટની શરૂઆત થવાની છે. આ બાદ 50 ઓવરની ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીનો મેચ પણ રમાવવાનો છે. પણ હાલમાં કાશ્મીરની પરિસ્થિતિના કારણે આ ટુર્નામેન્ટને ઝટકો લાગી શકે છે. જો કે રણજીત ટ્રોફિનો લીગ રાઉન્ડ 9 ડિસેમ્બરથી શરૂ થવાનો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિના કારણે ક્રિકેટ એસોસિએશને તમામ મેચને રદ કરવા અને 100થી વધુ ક્રિકેટર્સને ઘર તરફ મોકલવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ખેલાડીઓ શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં રોકાણ કર્યું છે.

READ  શપથવિધિના કાર્યક્રમની અટકળોના અંત સાથે આ તારીખે યોજાશે, જીત બાદ ગુજરાતમાં PM મોદીનું આગમન અને સભાને સંબોધન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

FB Comments