રાજકોટમાં મચ્છરોના ત્રાસથી બેડી માર્કેટિંગ યાર્ડમાં હડતાળની ચીમકી, મચ્છરોથી વેપારીઓ, ખેડૂતો દલાલો અને મજૂરો પરેશાન

Irked over mosquito breeding, Bedi market yard traders threaten indefinite strike, Rajkot

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી લોકો એ હદે કંટાળ્યા છે કે હવે હડતાળની ચીમકી આપી છે. ખેડૂતો, વેપારીઓ, દલાલો અને મજૂરો એટલા પરેશાન તઈ ગયા છે કે કમિશન એજન્ટ એસોસિએશને સોમવારે હડતાળની ચીમકી ઉચ્ચારી છે. બે દિવસમાં જો નક્કર કાર્યવાહી નહીં થાય તો યાર્ડમાં હડતાળ રહેશે.

આ પણ વાંચો: લાંચિયા તલાટીએ માગી ખુલ્લેઆમ લાંચ, હળવદ શહેરના તલાટી હર્ષાબેનનો VIDEO થયો વાયરલ

મહત્વનું છે કે આજી-2 નદીમાં રાજકોટ શહેરના ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવતા હોવાને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તો સાથે જ જંગલી વેલના કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોનો ત્રાસ એટલો છે કે ખેતરમાં ખેડૂતો ખેતી પણ નથી કરી શકતા. તો યાર્ડમાં મજૂરો અને વેપારીઓ કામ ધંધો નથી કરી શકતા. આ અંગે અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે

READ  VIDEO: મગફળી કૌભાંડમાં 2 ગ્રેડરના નામ ખુલ્યા, રાજકોટ પોલીસ પહોંચી મધ્યપ્રદેશ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments