શું તમને ખબર છે કે દહીં પણ Non-Veg હોઈ શકે? અને અજાણતાં જ દરરોજ Non-Veg દહીં ખાઈ રહ્યાં છો

આયુર્વેદની ભાષામાં દહીંને જીવાણુઓનું ઘર માનવામાં આવે છે. જો તમે એક કપ દહીંમાં રહેલા જીવાણુંઓની ગણતરી કરશો તો કરોડો જીવાણુઓ તેમાં જોવા મળશે. અને તે જીવાણુઓ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે.

તેવામાં તમે દહીંમાં શું નાખીને ખાઓ છો તે પણ મહત્ત્વનું બની રહે છે. દહીંમા શું નાખીને ખાવાથી તમને ફાયદો થાય કે નુક્સાન એ જાણીએ:

જો તમને મીઠું (ગળ્યું) દહીં ખાવાની ટેવ છે તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે પણ જો દહીમાં મીઠું નાખવાની ટેવ છે તો તેનો કોઈ ફાયદો નથી.

જો તમે દહીંમાં એક ચપટી મીઠું નાખો છો તો એક મિનીટમાં જ દહીંમા રહેલા તમામ બેક્ટેરિયા મરી જાય છે અને તે મરેલા જીવાણુંઓ તમારા શરીરમાં જાય છે જેનો કોઈ ફાયદો નથી.

READ  લોક્સભા ચૂંટણીના પરિણામો પહેલા જ મુલાયમ-અખિલેશના આવી ગયા 'અચ્છે દિન'!

જ્યારે કે જો તમે 100 કિલો દહીંમા એક ચપટી મીઠું નાખશો તો દહીંના તમામ બેક્ટેરિયલ ગુણ ખતમ થઈ જશે કારણ કે મીઠામાં જ કેમિકલ્સ છે તે જીવાણુઓના દુશ્મન છે.

દહીંમાં ગળપણ નાખીને ખાશો તો થશે ફાયદો

જો દહીંમા કંઈ ઉમેરીને ખાવું હોય તો હંમેશાં તેમાં ગળપણ ઉમેરીને ખાઓ. દહીંમાં ગોળ કે ખાંડ ઉમેરીને ખાઓ.

આ ક્રિયાને વધારે સારી રીતે સમજવા તમે એક સાઈન્ટિફિક સાધનો મળતા હોય તેવી દુકાનમાંથી એક લેન્સ ખરીદી લો. અને લેન્સ દ્વારા દહીંમા દોશો તો નાના-નાના હજારો બેક્ટેરિયા જોવા મળશે.

આ બેક્ટેરિયા જીવિત અવસ્થામાં હશે અને આમતેમ ચાલતા દેખાશે. આ બેક્ટેરિયા જીવિત અવસ્થામાં જ આપણા શરીરમાં જવા જોઈએ કારણ કે દહીં ખાવાથી આપણી અંદરની એંઝાઈમ પ્રક્રિયા સારી રીતે ચાલે છે.

READ  ગરમીમાં આ 7 વસ્તુ ખાઓ જેના લીધે નહીં થાય પાણીની ઉણપ, શરીરમાં રહેશે સ્ફૂર્તિ
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આયુર્વેદમાં કહેવાયું છે કે દહીંમાં એવી વસ્તુ મિક્સ કરો જે જીવાણુઓને વધારે, ના કે તેને મારી નાખે કે ખતમ કરી નાખે.

દહીંમાં ગોળ ઉમેરીને ખાઓ, ગોળ નાખતા જ જીવાણુઓની સંખ્યા ડબલ થઈ જશે અને તેઓ 1 કરોડથી 2 કરોડ થઈ જશે. બસ થોડી વાર દહીંમાં ગોળ નાખી મૂકી રાખો.

આ પણ વાંચો: લો, મળી ગયો સેંકડો વર્ષ જૂના સવાલનો જવાબ, જાણો ઈંડા વૅજ છે કે નૉન-વૅજ

દહીંમા જો સાકર નાખવામાં આવે તો પણ સારું રહે છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ પણ દહીંમાં સાકર નાખીને જ ખાતા હતા. જૂના જમાનામાં પણ લોકો દહીંમા ગોળ કે સાકર નાખીને ખાતા હતા.

READ  લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાહુલ ગાંધી બોલ્યા હું PM મોદીને પ્રેમ કરૂં છું, વિદ્યાર્થીઓએ લગાવ્યા મોદી-મોદીના નારા

તો જો તમે પણ અત્યાર સુધી દહીંમાં મીઠું નાખવાની ભૂલ કરતા હતા તો આજથી જ તે બંધ કરી દો અને એવી રીતે દહીંનું સેવન કરો જે તમારા શરીરને ફાયદો પહોંચાડે.

[yop_poll id=501]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Leopard enters Rajkot's Pradhyuman Park, kills dear, forest dept sets trap |

FB Comments