ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રાજનીતિમાં જોડાશે મહેન્દ્ર સિંહ ધોની? પૂર્વ મંત્રીએ કર્યો દાવો કે પાર્ટીમાં જોડાવા માટે ધોની સાથે વાતચીત ચાલી રહી છે

ફાઈલ ફોટો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટસમેન ગૌતમ ગંભીર પછી ભાજપની નજર મહેન્દ્ર સિંહ ધોની પર છે. ભાજપ ધોનીને પાર્ટીમાં સામેલ કરવા માટેના પ્રયત્ન કરી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સંજય પાસવાને દાવો કર્યો છે કે મહેન્દ્ર સિંહ ધોની ઝડપી જ ક્રિકટમાંથી નિવૃતી લઈને ભાજપની સભ્યતા ગ્રહણ કરશે. તેમને કહ્યું કે આ સંબંધમાં ધોની સાથે ઘણી વાર મુલાકાત અને વાતચીત પણ થઈ ચૂકી છે.

ફાઈલ ફોટો

સંજય પાસવાને વાતચીત કરતા કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટ દ્વારા દેશની ખુબ સેવા કરી છે. હવે તેમને ક્રિકેટમાંથી સંન્યાસ લઈને સમાજ અને દેશની સેવા કરવા માટે રાજનીતિમાં આવવું જોઈએ. પાસવાને દાવો કર્યો કે ધોની સાથે આ વિશે ઘણી વાર વાતચીત થઈ ચૂકી છે. તે ધોનીના સતત સંપર્કમાં છે. તેમને વિશ્વાસ છે કે જલ્દી જ તે આ દિશમાં નિર્ણય કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ક્યારે યોજાશે 2019માં લોકસભાની ચૂંટણી ?, PM નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં જ આપ્યા સ્પષ્ટ સંકેતો

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે જનસંપર્ક દ્વારા દેશની મહત્વપૂર્ણ હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. આ અભિયાનને પાર્ટીએ ‘સંપર્ક ફોર સમર્થન’ નામ આપ્યુ હતું. આ અભિયાન હેઠળ ભાજપના અધ્યક્ષ અમિત શાહે મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત કરી, તેમને મોદી સરકારની સિદ્ધિઓ અને પાર્ટીના વિચારોની જાણકારી આપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને EDનું સમન્સ, આ તારીખે કરાશે પૂછપરછ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સંજય પાસવાને કહ્યું કે ધોનીની સાથે સાથે તેમની નજર સમાજના અન્ય રોલ મોડલો પર પણ છે. રમત, ફિલ્મ જગત, શિક્ષા અને સાહિત્ય જગતથી જોડાયેલા લોકોને ભાજપમાં સામેલ કરવાનું અમારો હેતુ છે.

[yop_poll id=”1″]

 

GST council cuts tax rates on job work in diamond industry to 1.5% from 5% | Tv9GujaratiNews

FB Comments