• March 20, 2019

લો, મળી ગયો સેંકડો વર્ષ જૂના સવાલનો જવાબ, જાણો ઈંડા વૅજ છે કે નૉન-વૅજ

કદાચ આ 2 સવાલો દેશ-દુનિયામાં સૌથી વધુ ચર્ચાતા હશે. એક તો પહેલા મરઘી આવ્યું કે ઈંડું? અને બીજું ઈંડા શાકાહારી કહેવાય કે નહીં? કેમ, ખરૂં ને?

કેટલાંક લોકોનું માનવું છે કે ઈંડા નૉનવેજ કેટેગરીમાં આવે કારણ કે મરઘી ઈંડા આપે છે. તો આ કન્ફ્યુઝનનો જવાબ વૈજ્ઞાનિકોએ શોધી નાખ્યો છે. જોકે એવાં પણ ઘણાં લોકો છે જે આ થીયરીને નથી સ્વીકારી રહ્યાં.

તો દૂધ કેવી રીતે શાકાહારી?

શાકાહારી લોકોનું માનવું છે કે ઈંડું મરઘીમાંથી આવે છે એટલે ઈંડા નૉન-વેજ ગણાય. પણ વિજ્ઞાન એવું કહે છે કે દૂધ પણ પ્રાણીઓમાંથી જ આવે તો પછી દૂધ શાકાહારી કેવી રીતે થયું?

અનફર્ટિલાઈઝ્ડ હોય છે માર્કેટમાં મળતા ઈંડા

લોકો વિચારે છે ઈંડામાંથી મરઘીના બચ્ચા નીકળે છે એટલે તે માંસાહારી છે. પરંતુ માર્કેટમાં મળતા ઈંડા અનફર્ટિલાઈઝ્ડ હોય છે. એટલે કે આ ઈંડામાંથી ક્યારેય બચ્ચા બહાર ન આવે. આ વાતની ગેરસમજ દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ પણ વિજ્ઞાનના માધ્યમથી આ સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમના મતે ઈંડુું શાકાહારી હોય છે.

આવી રીતે ખબર પડી કે ઈંડું શાકાહારી છે

ઈંડામાં 3 લેયર્સ હોય છે. પહેલું છાલ, બીજું સફેદી અને ત્રીજું ઈંડાનો યોક. યોક મતલબ પીળો ભાગ. ઈંડા પર થયેલા એક રીસર્ચ પ્રમાણે ઈંડાની સફેદીમાં પ્રોટીન હોય છે. તેમાં જનાવરનો કોઈ પણ ભાગ સામેલ નથી હોતો. અને એટલે ટેક્નિકલી એગ વાઈટ એટલે કે સફેદ ભાગ વેજ હોય છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

તો કહેવાય નોન-વેજિટેરિયન

એગ વ્હાઈટની જેમ એગ યોકમાં પ્રોટીનની સાથે કોલેસ્ટ્રોલ તેમજ ફેટ સારા પ્રમાણમાં હાજર હોય છે. ઈંડું મરઘી અને મરઘાના સંપર્કમાં આવ્યા બાદ જ આવે છે. તેમાં ગેમીટ સેલ્સ હોય છે જે તેને માંસાહારી બનાવી દે છે. જ્યારે કે માર્કેટમાં મળતા ઈંડાઓમાં આવું કંઈ નથી હોતું.

આ પણ વાંચો: આ છે તે 2 જાદૂઈ શબ્દો જે તમે કોઈને પણ કહેશો તો તમે રહેશો ફિટ અને આવશે મસ્ત ઊંઘ!

તો પછી મરઘી કેવી રીતે ઈંડું આપે છે?

મરઘી 6 મહિનાની થઈ જાય બાદ ઈંડા આપવા લાગે છે. તે દર 1 દિવસે કે દોઢ દિવસમાં ઈંડા આપે છે, પરંતુ તમને કહી દઈએ કે એવું બિલકુલ નથી થતું કે મરઘી કોઈ પણ મરઘાના સંપર્કમાં જરૂરથી આવે. આ ઈંડાને અનફર્ટિલાઈઝ્ડ ઈંડું કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમાંથી ક્યારેય બચ્ચે નથી નીકળતા.

 

[yop_poll id=411]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

People question Shiv Sena leader Eknath Shinde over development in Palghar

FB Comments

Hits: 5189

TV9 Web Desk3

Read Previous

ઑગસ્ટા વેસ્ટલૅંડ ડીલમાં સીબીઆઈનો ધડાકો : ભારતીયોને લાંચ આપવા માટે અપાયા હતાં 432 કરોડ રૂપિયા, પુરાવા મળવાનો સીબીઆઈનો દાવો

Read Next

જેટલા લોકો જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં મર્યા હતાં, તેનાથી અનેક ગણી વધુ લાશોને ‘ઠેકાણે’ પાડી ચુકી છે આ ભારતીય મહિલા : અજબ મહિલાની ગઝબ કહાની

WhatsApp chat