શું ‘Horlicks’ શાકહારી છે કે માંસાહારી ? સરકારી નોટિસ થઇ જાહેર

મેગી પછી હવે વધુ એક કંપની પરનો વિવાદ સામે આવી રહ્યો છે. દેશમાં કોઇ પણ પ્રોક્ટસ જેનો આહાર તરીકે ઉપયોગ થવાનો હોય છે તેના પર લીલા રંગ અથવા લાલ રંગનો માર્ક લગાવવામાં આવે છે. જેમાં લીલો રંગ દર્શાવે છે કે, પ્રોડક્ટ શાકાહારી છે અને લાલ રંગ દર્શાવે છેકે માંસાહારી છે. તેવી જ રીતે બાળકોની મનપસંદ બ્રાન્ડ હૉર્લિક્સ પર પણ લીલા રંગનો માર્ક લગાવવામાં આવ્યો છે.

પરંતુ હાલમાં બિહારમાં એક નવો વિવાદ જ સામે આવ્યો છે. જેમાં હૉર્લિક્સના શાકાહારી હોવા પર જ સવાલ ઊભા થઇ રહ્યા છે. મુઝફ્ફરપુરના ડ્રગ્સ ઇન્સપેક્ટર વિકાસ શિરોમણીએ એક નોટિસ જાહેર કરી છે અને જિલ્લામાં હૉર્લિકસના વેચાણ પર જ પ્રતિબંધ લગાવી દીધો છે.

horlicks vegetarian mark_Tv9
Horlicks vegetarian mark

તમને જાણીને નવાઇ લાગશે કે, ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે એવો સવાલ ઉઠાવ્યો છે કે, હૉર્લિક્સ શાકાહારી નથી.

હૉર્લિક્સ બનાવનારી ગૈલેક્સો સ્મિથક્લાઇન કંઝ્યૂમર હેલ્થકેરે જણાવ્યું કે, તેમની પ્રોડક્ટ સંપૂર્ણપણે શાકાહારી છે. દેશના 25 કરોડ પરિવાર સાથે સંકાળાયેલો મુદ્દો છે.

READ  રોકાણકારો પર કેવી રીતે થશે એગ્ઝિટ પોલના પરિણામોની અસર ?
Horlicks_ Tv9
હોર્લિક્સને સરકારી નોટિસ

ગૈલેક્સો સ્મિથક્લાઇન કંઝ્યૂમર(GVK) હેલ્થકેર પ્રવક્તાએ કહ્યું કે, અમને નોટિસ મળી છે. અમારા તમામ ઉત્પાદન ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટના ધારાધોરણોને પરિપૂર્ણ કરે છે. જેના આધાર પર જ કંપનીને લાયસન્સ મળ્યું છે.

જેના પર ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે કહ્યું કે, હૉર્લિક્સ બનાવનારી કંપની ગૈલેક્સો સ્મિથક્લાઇને પોતાના પ્રોડક્ટમાં વાપરવામાં આવતાં વિટામીન ડીના સ્ત્રોત પર કોઇ પણ સંતોષકારક જવાબ આપ્યો નથી.

Horlicks_ Tv9
કંપનીનો ખુલાસો

અગાઉ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તરીકે ઘણાં મામલે તપાસ કરી ચુકેલા અને હૉર્લિક્સની તપાસ કરી રહેલા શિરોમણીએ કહ્યું છેકે, વાસ્તવમાં કંપની દ્વારા ભારતના બંધારણની કલમ 29 (1)નું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકોની ધાર્મિક આસ્થાઓનું ઉલ્લંઘન કરી શકાય નહીં. પરંતુ ગૈલેક્સો સ્મિથક્લાઇન કંપનીએ હૉર્લિક્સની સાથે કરોડો હિન્દુસ્તાનીઓની ધાર્મિક લાગણી સાથે ચેડાં કર્યા છે.

READ  લોકસભામાં પહેલી વખત પહોંચેલા વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકે શીખી આ ત્રણ ખાસ વાત, જુઓ વીડિયો

અગાઉ અમૂલ અને કોમ્પલેન જેવી કંપનીઓના હેલ્થ પ્રોડક્ટસમાં રહેલા વિટામીન D3 અને D2 પણ તેમને સવાલ કર્યા છે. પરંતુ હાલમાં ગૈલેક્સો સ્મિથક્લાઇન કંપનીએ D3 અને D2ના સ્ત્રોત પર કોઇ જ માહિતી આપી નથી.

શું છે સમગ્ર ઘટના ? 

જો કે તમને જણાવી દઇએ કે D2 વનસ્પતિમાંથી મળે છે જ્યારે D3 જંતુઓમાંથી મળે છે. લેબ પરિક્ષણમાં સામે આવ્યું છે કે, હૉર્લિક્સમાં વિટામીન Dના સ્ત્રોત મળ્યા છે. જે જંતુ સ્ત્રોત પણ શામેલ છે, અને તેથી તે માંસાહારી થાય છે. પરંતુ કંપની દ્વારા હૉર્લિક્સને શાકાહારી જણાવીને વેચી રહ્યું છે.

એટલું જ નહીં જે નોટિસ આપવામાં આવી છે કે, હૉર્લિકસમાં રહેલા પ્રોફાઇલેક્ટિક તત્વોના આધાર પર ડ્રગ્સ લાયસન્સ હેઠળ વેચવું જોઇએ. પરંતુ કંપની તેનું વેચાણ ફૂડ લાયસન્સ હેઠળ વેચી રહ્યું છે.

READ  સુરતના આ કોન્સ્ટેબલનો VIDEO બની રહ્યો હતો અને પોલીસની વર્દીમાં PM મોદી વિશે આવુ બોલી ગયો, નોકરીમાંથી સસ્પેન્ડ

આશરે 150 વર્ષ જૂની બ્રાન્ડ હૉર્લિક્સ પર ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ની કલમ 22 (I) અને (D) હેઠળ લાયસન્સ મળ્યું છે.

એટલું જ નહીં હૉર્લિકસ ઘણાં એવા તત્વો પણ રહેલાં છે જેમકે, પ્રોફ઼ાઇલેક્ટિક (જે માંદગી રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે)નો ઉપયોગ થયા છે જેના ધારાધોરણ પર તેનું વેચાણ ડ્રગ્સ લાયસન્સ હેઠળ થવું જોઇએ. પંરતુ તેનું વેચાણ ફૂડ સપ્લિમેન્ટના આધાર પર થઇ રહ્યું છે. જે સહેજ પણ યોગ્ય નથી. કંપનીએ કોઇ જવાબ આપ્યો નથી.

[yop_poll id=48]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ whatsapp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments