નિવૃતિ પર અમિત શાહે યુવીને કર્યુ ટ્વિટ, ગૌતમ ગંભીર બાદ યુવરાજ સિંહને રાજનીતિમાં લાવવાની તૈયારી?

રાજનીતિમાં ક્રિકેટ ખેલાડીઓનું આવવું સામાન્ય વાત છે. ખાસ કરીને દક્ષિણ એશિયાઈ દેશોમાં ઘણાં ક્રિકેટર રાજનીતિમાં પોતાનું નસીબ અજમાવે છે. ભારતમાં પણ એવા ક્રિકેટરો છે અત્યારે રાજનીતિમાં સક્રિય છે.

ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ જગતમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. નિવૃતિ જાહેર કર્યા ભાજપના નેતા અને ગૃહ મંત્રી અમિત શાહે યુવરાજ સિંહને ટ્વિટ કરીને શુભેચ્છાઓ આપી હતી. ત્યારે હવે ચર્ચાઓ થઈ રહી છે બીજા ક્રિકેટરોની જેમ શું હવે યુવરાજ સિંહ પણ રાજનીતિમાં જોડાશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પહેલા પણ ભારતના ઘણાં એવા ક્રિકેટરો છે જે ક્રિકેટ છોડીને રાજનીતિમાં જોડાયા છે. રાજનીતિમાં સક્રિય પણ છે. જાણો રાજનીતિમાં કયા ક્રિકેટર જોડાયા છે.

કિર્તી આઝાદ

તાજેતરમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા સાંસદ કિર્તી આઝાદ વર્ષ 1983ના વિશ્વ કપની વિજેતા ટીમનો ભાગ હતા. લાંબા સમય સુધી ભાજપમાં જોડાયેલા રહ્યાં હતા. દિલ્હી ક્રિકેટ બોર્ડના ભષ્ટ્રાચાર પર બોલવાના કારણે હાઈ કમાન્ડ તેમની પર નારાજ થયું હતુ. તેમને અરૂણ જેટલીની પણ ખુબ આલોચના કરી હતી જેને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓ લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં જોડાયા હતા.

READ  અરૂણ જેટલીની તબિયત જાણવા ગૃહપ્રધાન અમિત શાહ અને યુપી CM યોગી આદિત્યનાથ પહોંચ્યાં AIIMS

નવજોત સિંહ સિદ્ધુ

તાજેતરમાં જ ચર્ચામાં રહેલા નવજોત સિંહ સિદ્ધુ પંજાબમાં પહેલા ભાજપનો પ્રચાર કરતા હતા. તેમને 2014ની લોકસભા ચૂંટણીમાં અરૂણ જેટલી માટે સીટ ખાલી કરી દીધી હતી. પાર્ટીથી નારાજ થયેલા સિદ્ધુએ પહેલા તો પોતાની પાર્ટી બનાવી હતી પણ તેઓ પછીથી કોંગ્રેસમાં જોડાયા હતા. હાલમાં તે પંજાબ સરકારમાં મંત્રી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મોહમ્મદ અજહરૂદ્દીન

લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન રહેલા મોહમ્મદ અજહરૂદ્દીન પણ રાજનીતિમાં આવ્યા. મેચ ફિક્સિંગના પ્રકરણના કારણે તેમનું કરિયર 2001 સુધી પૂર્ણ થઈ ગયુ હતું. ત્યારબાદ તેમને 2009માં કોંગ્રેસના સભ્ય બન્યા અને તે જ વર્ષે મુરાદાબાદ સીટ પર જીતીને લોકસભામાં પહોંચ્યા હતા.

ચેતન ચૌહાણ

જાણીતા ટેસ્ટ ક્રિકેટર અને સુનીલ ગાવસ્કરના સાથી ચેતન ચૌહાણ ભાજપ તરફથી 2 વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. ઉત્તર પ્રદેશની અમરોહા સીટ પર તેમને વિજય મેળવ્યો હતો. ઓગસ્ટ 2018થી તે ઉત્તર પ્રદેશમાં રમત-ગમત વિભાગના મંત્રી છે.

READ  પંજાબ કોંગ્રેસમાં ભૂકંપઃ મુખ્યમંત્રીએ કહ્યું કે નવજોતસિંહ સિદ્ધુ મને હટાવીને ખુદ આ ખુરશી પર બેસવા માગે છે

ગૌતમ ગંભીર

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ક્રિકેટમાંથી નિવૃતી લઈને આ વર્ષે ભાજપમાં જોડાયા હતા અને તેઓ દિલ્હીની નવી દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી લડ્યા હતા અને તેમનો વિજય થયો હતો અને તેવો હવે લોકસભામાં પહોંચ્યા છે.

મોહમ્મદ કેફ

મોહમ્મદ કેફ પણ વર્ષ 2014માં કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણીમાં ફુલપુર સીટથી તેમનું નસીબ અજમાવ્યુ હતુ પણ તેમને ભાજપના કેશવ પ્રસાદ મૌર્યાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મનસુર અલી ખાન પટોડી

મનસુર અલી ખાન પટોડી પણ રાજનીતિમાં આવી ચૂક્યા છે. વિધાનસભાની પ્રથમ ચૂંટણી 1971માં ગુડગાંવથી લડ્યા હતા પણ તેમને હાર મળી હતી. વર્ષ 1991માં તે ભોપાલથી કોંગ્રેસની ટિકીટ પર લોકસભાની ચૂંટણી લડ્યા તો ભાજપના સુશીલ ચંદ્ર વર્માની સામે હારી ગયા હતા.

ચેતન શર્મા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સભ્ય અને ફાસ્ટ બોલર ચેતન શર્મા હરિયાણાની ફરીદાબાદ સીટથી લોકસભાની ચૂંટણી લડીને તેમના રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેઓ BSPના સભ્ય બન્યા હતા. ત્યારબાદ પાર્ટીએ તેમને ફરીદાબાદ લોકસભા સીટથી તેમના ઉમેદવાર જાહેર કર્યા હતા.

READ  જો અમે સારુ કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે: ભાજપ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

સચિન તેંડુલકર

ભારતીય ક્રિકેટ ટીમના માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકર પણ રાજનીતિમાં આવી ચૂક્યા છે. તેઓ 26 એપ્રિલ 2012ના રોજ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. શપથ લેવાની સાથે સચિન રાજ્યસભાના સભ્ય બનનારા પહેલા ખેલાડી બની ગયા હતા.

આ પણ વાંચો: વિશ્વ કપમાં વિરાટ સેનાને આગામી 5 મેચ રમ્યા વગર જ લાગ્યો સૌથી મોટો ઝટકો, 3 અઠવાડિયા માટે સૌથી મોટા મેચ વિનર બાહર

આ તમામ ક્રિકેટરોની જેમ હવે યુવરાજ સિંહે પણ હવે ક્રિકેટને અલવિદા કરી દીધું છે. ત્યારે તેવો હવે રાજનીતિમાં જોડાશે કે નહી તેવી ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે, ગૃહ મંત્રી અમિતશાહે યુવરાજ સિંહને ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કર્યા પછી તેમને શુભેચ્છા આપવા માટે ટ્વિટ પણ કર્યુ હતું.

 

PM Modi addresses crowd in Howdy Modi event in Houston | Tv9GujaratiNews

FB Comments