અયોધ્યા: હિંદુ સંગઠનોને રામજન્મભૂમિ પરિસરમાં દીપોત્સવ ઉજવણીની મંજૂરી ન મળી

હિંદુ સંગઠનનોનું એક પ્રતિનિધિ મંડળ સોમવારના રોજ અયોધ્યાના કમિશનર અને રામજન્મભૂમિ પરિસરના રિસિવર મનોજ મિશ્રાની મુલાકાત લેવા માટે પહોંચ્યું હતું. મુલાકાત દરમિયાન રામજન્મભૂમિ પરિસરમાં દીવાળીમાં દીવડાઓ પ્રગટાવવાની મંજૂરી માગવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદને આ માટે મંજૂરી આપવામાં આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ગુજરાત પેટાચૂંટણી 2019: હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરના ગામડાઓ બેહાલ! કોણ બનશે તારણહાર?

READ  VIDEO: રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 25 જૂલાઈના રોજ હાથ ધરાશે આગામી સુનાવણી

મંજૂરી ન મળવાથી વિશ્વ હિંદુ પરિષદ રામજન્મભૂમિ ખાતે દીપ સાથે ઉજવણી કરી શકશે નહીં. આ બાબતે મંજૂરી જોઈતી જ હોય તો વિશ્વ હિંદુ પરિષદને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ સરકાર ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવા માગે છે.  અયોધ્યામાં 51 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવશે અને આ સિવાય રાજ્યમાં અન્ય જગ્યાએ પણ ઉજવણી કરાશે. રામ મનોહર લોહિયા યુનિવર્સિટી દ્વારા તો મૌખિક આદેશ પણ આપવામાં આવ્યો છે. જેમાં 4 લાખ દીવડાઓ કુંભાર પરિવારોને બનાવવા આપ્યા છે.

READ  જાણો કોણ છે SC ના એ 5 જજ જે 150 વર્ષ જુના અયોધ્યા કેસનો સંભળાવશે અંતિમ ફેસલો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અયોધ્યાનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ બાબતે સુનાવણી પણ અંતિમ ચરણમાં છે. 17 નવેમ્બર સુધીમાં ફેંસલો આવી શકે તેમ છે અને તેને લઈને કોઈ ઘટના ના બને તે માટે અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. સરયુમાં પ્રાઈવેટ બોટ અને સ્ટીમરના આવન-જાવન પર પ્રતિબંધ લાદી દેવાયો છે. આ 144 ધારા લાગવાથી વધારાની પોલીસ પણ અયોધ્યામાં ખડકી દેવાઈ છે. આમ હિંદુ સંગઠનોને મંજૂરી આપવામાં આવી નથી જેના લીધે તેઓ દીપ પ્રાગટ્ય રામ જન્મભૂમિ પરિસરમાં કરી શકશે નહીં.

READ  અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ, જાણો છેલ્લા દિવસે કોર્ટમાં કયા મુદ્દે થઈ હતી દલીલો

 

Oops, something went wrong.
FB Comments