ઈઝરાયલનું મિશન ચંદ્ર નિષ્ફળ, ભારત વિશ્વનો ચોથો દેશ બનવવાની રેસમાં.

ઈઝરાયલનું ચંદ્રમા મિશન બેર્સેટ શુક્રવારે ચંદ્રની ધરીત પર દુર્ઘનાનો શિકાર બની ગયું. જેથી ફરી એક વખત રશિયા, અમેરિકા અને ચીન પછી ચંદ્ર સુધી પહોંચનાર વિશ્વનો ચોથો દેશ બનવાની રેસમાં આવી ગયો છે.

ઈઝરાયલના મિશનનો ઉદેશ્ય ચંદ્રની તસવીરો લઈને પ્રયોગ કરવાનો હતો. ઈઝરાયલ ચંદ્ર પર પહોંચી એવુ કઈંક કરવાનો હતો કે તે વિશ્વનો ચોથો દેશ બનવાની અપેક્ષામાં હતો.વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ એ કહ્યું કે, ‘જો પહેલા પ્રયાસમાં તમે સફળ નથી થતા તો, તમે ફરીથી કોશિશ કરો છો.’

ભારતીય મિશનના અંતર્ગત ઈસરો પહેલી વખત પોતાના ચંદ્રયાનને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતારવાની કોશિશ કરશે. ભારતના ચંદ્રયાન-1 અભિયાને જ પહેલી વખત ચંદ્ર પર પાણીની શોધ કરી હતી. ચંદ્રયાન-2 એ જ અભિયાનને આગળ વધારશે.

READ  કેન્દ્ર સરકાર દ્વારા ફેસ માસ્કની નિકાસ પર રોક, વાયરસથી સુરક્ષા માટે ગુજરાત મોટા પ્રમાણમાં બને છે માસ્ક

ચંદ્ર પર ભારતની બીજી યાત્રા

ચંદ્રયાન-2 મિશન દ્વારા ભારત દક્ષિણ ધ્રુવ પાસે ઉતારણ કરશે અને રોવર સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. જેથી ચંદ્રની ધરતી સાથે જોડાયેલી માહિતી મેળવી શકે. ભારત આ મિશન મૂન માટે સૌથી મોટા રોકેટ બાહુબલી નો ઉપયોગ કરશે.

Oops, something went wrong.

FB Comments