ઈસરો ચંદ્રયાન-2ની સાથે અમેરિકાના પે-લોડ મફતમાં મોકલી આપશે

ચંદ્રયાન-1ની સફળતા બાદ હવે ISRO ચંદ્રયાન-2 સાથે ફરીથી તૈયાર છે . જાણવામાં મળી રહ્યું છે કે ચંદ્રયાન-2ને 9થી 6 જુલાઈ વચ્ચે લોન્ચ કરવામાં આવશે અને 6 સપ્ટેમ્બર આસપાસ ચંદ્ર પર પહોચશે. આ વખતે ચંદ્રયાન સાથે 13 પે-લોડ અને સાથે નાસાના ઉપકરણ પણ રવાના થશે.

આ પણ વાંચો: BCCIના એક પણ ગ્રેડમાં આ ખેલાડીનું નામ ન હોવા છતાં વલ્ડૅકપ ટીમમાં મળ્યુ સ્થાન

ચંદ્રયાન -2માં ત્રણ મોડ્યુલો (વિશિષ્ટ ભાગો), ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) છે. ચંદ્રયાન -2 અગાઉના ચંદ્રયાન-1 મિશનનું અદ્યતન સંસ્કરણ છે. લગભગ 10 વર્ષ પહેલાં ચંદ્રાયન-1 મિશન કરવામાં આવ્યું હતુ.આ અવકાશયાનનું વજન 3.8 ટન છે.

ઓર્બિટર ચંદ્રની સપાટીથી આશરે 100 કિલોમીટર ચક્કર લગાવશે. જ્યારે લેન્ડર (વિક્રમ) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સરળતાથી ઉતરશે અને રોવર (પ્રજ્ઞાન) પોતાના સ્થાને જ પ્રયોગો કરશે. ઇસરોના જણાવ્યા અનુસાર, GSLV માર્ક 3 પ્રક્ષેપણ યાનનો આ અભિયાનમાં ઉપયોગ કરવામાં આવશે. રોવર ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક સંશોધનનો ઉપયોગ કરશે. જ્યારે લેન્ડર અને ઓર્બિટર પર પણ વૈજ્ઞાનિક પ્રયોગ માટે ઉપકરણો લગાવવામાં આવ્યા છે.

READ  આજે રાત્રે આકાશમાં સર્જાશે અદભુત અવકાશીય ઘટના, રંગબેરંગી થઈ જશે આકાશ

ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત થાય તે માટે ઈસરો અમેરિકાના પેલોડ પણ મફતમાં મોકલી આપશે. આ અભિનાન ભારત માટે એક મોટી સિદ્ધી ગણાશે. જે ચંદ્રની સપાટી પર પ્રયોગો કરશે.

 

Oops, something went wrong.
FB Comments